GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

નાગપુરમાં RSSના ભાવિ પ્રચારકોને સંબોધશે પ્રણવ દા! : કોંગ્રેસના નેતાઓ આશ્ચર્યચકિત

આરએસએસની ટેરર લિંકનો પ્રસ્તાવ પ્રણવ મુખર્જીએ જ આગળ વધાર્યો હતો. હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસની તૃતિય વર્ષની શિબિરના સમાપનમાં સાતમી જૂને સંઘના ભાવિ પ્રચારકોને સંબોધિત કરવાના છે.

કોંગ્રેસના નેતાઓએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે કહ્યુ છે કે શું આરએસએસમાં હવે સ્વાભિમાન બચ્યું નથી અને શું પહેલા વિરોધી રહેલા પ્રણવ મુખર્જીએ પોતાની વિચારધારા બદલી છે? મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ તરીકેના પ્રણવ મુખર્જીના કાર્યકાળમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે તેમની સાથે કેટલીક મુલાકાતો પણ કરી હતી.

સાતમી જૂને નાગપુર ખાતે આરએસએસના ભાવિ પ્રચારકોને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રવાદના પાઠ ભણાવશે. સંઘના તૃતિય વર્ષની શિબિરના સમાપનમાં પ્રણવ મુખર્જી દ્વારા સંબોધન માટેનું આમંત્રણ સ્વીકારવામાં આવતા કોંગ્રેસના નેતાઓ પણ આશ્ચર્યચકિત છે. એક સમય હતો કે જ્યારે યુપીએ સરકારના કાર્યકાળમાં પ્રણવ મુખર્જીના નેતૃત્વમાં જ સંઘના સંગઠનોની ટેરર લિંકની તપાસના પ્રસ્તાવને આગળ વધારવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આખરે આરએસએસના કાર્યક્રમમાં શા માટે જઈ રહ્યા છે. તેના પર કોંગ્રેસના ગણ્યાગાંઠયા નેતાઓ જ બોલવા તૈયાર છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યુ છે કે આ મામલે જવાબ માત્ર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ આપી શકે તેમ છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ કહ્યુ છે કે પ્રણવ મુખર્જી એક બુદ્ધિમાન વ્યક્તિ છે અને ભારતના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. પ્રણવ મુખર્જીની વિચારધારા ધર્મનિરપેક્ષ છે. તેથી એવું લાગતું નથી કે પ્રણવ મુખર્જીના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવી જશે. આ મામલે આરએસએસ સામે આક્રમક રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના માતા સોનિયા ગાંધીની સારવાર અર્થે અમેરિકામાં છે. તેથી હજી સુધી તેમનો દ્રષ્ટિકોણ સામે આવ્યો નથી.

જો કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષિતના પુત્ર અને કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે કહ્યું છે કે આરએસએસ જેવી રાષ્ટ્રવિરોધી કોઈ સંસ્થા નથી અને તેને દેશમાં હોવું જોઈએ નહીં. પ્રણવ મુખર્જી કોમવાદી હિંસાને લઈને સંઘની ભૂમિકા પર પહેલા સવાલો ઉઠાવી ચુક્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને બોલાવવામાં આવ્યા છે. તો શું પ્રણવ મુખર્જીની વિચારધારા બદલાઈ છે કે આરએસએસમાં કોઈ સ્વાભિમાન બાકી બચ્યું નથી.

તૃતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગમાં સામેલ થવાનું આમંત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકાર્યું છે. આ શિબિરને ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પ અથવા ઓટીસી પણ કહેવામાં આવે છે. સૂત્રો મુજબ, પ્રણવ મુખર્જી નાગપુરમાં બે દિવસ રહેવાના છે અને આઠમી જૂને પાછા ફરવાના છે. સંઘ શિક્ષા વર્ગની શિબિરના સમાપન સમારંભમાં પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ હશે અને તેઓ વર્ગમાં ભાગ લેનારા સાતસો સ્વયંસેવકોને રાષ્ટ્રવાદના પાઠ ભણાવશે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel

3 રાજ્યોના પ્રમુખોને ભાજપે કરી દીધા ઘરભેગા, મોદી અને અમિત શાહનું લક્ષ્ય બંગાળની ચૂંટણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!