GSTV

પ્રમુખ સાહેબનો મસાલો હવે ઓળખાશે CMનો મસાલો!, સાદો તમાકુ વગરનો મસાલો છે પ્રખ્યાત

Last Updated on September 19, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના નવા મુખ્યમંચ્રી ભૂપેન્દ્ર પટેલ ઘણા વર્ષોથી સાદા મસાલાનું સેવન કરે છે. જે પ્રમુખ સાહેબનો મસાલા તરીકે ઓળખાય છે. તેઓ વર્ષોથી એક જ જગ્યાથી 15 વર્ષથી ખાતા આવ્યા છે. આ ખાસ પ્રમુખ સાહેબનો મસાલામાં જે વસ્તુઓનો વપરાશ થાય છે તેમાં કાચી સોપારી, લવલી અને જેઠીમધનો ચુનો વાપરવામાં આવે છે.

આ મસાલામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવતો નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે મેમનગરમાં પ્રમુખ હતા, ત્યારથી સાદો મસાલો ખાવાની આદત છે. જેના કારણે આ સાદો મસાલો પ્રમુખ સાહેબનો મસાલા તરીકે ઓળખવા લાગ્યો હતો. ત્યારે આ દુકાન પર કોઈપણ માણસ આવે એટલે પ્રમુખ મસાલો માંગતા તો તેમને આ સાદો તમાકુ વગરનો મસાલો આપવામાં આવે છે.

જેના કારણે આ મસાલો પ્રમુખ મસાલા તરીકે વધુ ઓળખવા લાગ્યો હતો, ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા CM બનતા હવે આ પ્રમુખ મસાલો CM મસાલા તરીકે પણ ઓળખવા લાગશે.

READ ALSO

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!