GSTV
Home » News » પ્રમોદ સાવંત બની શકે છે ગોવાના નવા CM, મોડી રાત્રે કરી શકે છે શપથગ્રહણ

પ્રમોદ સાવંત બની શકે છે ગોવાના નવા CM, મોડી રાત્રે કરી શકે છે શપથગ્રહણ

ગોવાના નવા મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત બની શકે છે. સોમવારે મોડી રાત્રે શપથ ગ્રહણ લઈ શકે છે. સાવંત હાલ ગોવામાં સ્પીકર અને ધારાસભ્ય છે. ભાજપ તેમને વિધાયકદળના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રો પ્રમાણે સુદીન ધાવલીકર અને વિજય સરદેસાઈ ગોવાના ડેપ્યુટી સીએમ બની શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગોવાના સ્પીકર પ્રમોદ સાવંત હોટેલમાં એક બેઠક માટે પહોંચ્યા છે.

ગોવામાં ચાલી રહેલી રાજકીય ગડબડ અંગે ભાજપના નેતા નીતિન ગડકરીએ કહ્યું કે, ગોવામાં નવા મુખ્યપ્રધાન માટે ગઠબંધન સહયોગીઓ સાથે વાતચીત કરાશે. કોંગ્રેસે પણ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તો બીજી તરફ પ્રમોદ સાવંતને આગામી સીએમ પસંદ કરવા પર ગોવા ભાજપના અધ્યક્ષ વિનય તેંડુલકરે કહ્યું કે, આ રીતે મારું નામ પણ આવી રહ્યું હતું. તમામ લોકોના નામ આવે છે, આવતા રહેશે, અત્યારે ધારાસભ્યો બેસીને નક્કી કરશે ત્યારે પાક્કુ થશે.

ગોવા વિધાનસભાને લઈને 2017માં થયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત નહોતો મળ્યો. ત્યારે કેન્દ્રમાં રક્ષામંત્રાલયનું ખાતું સંભાળી રહેલા મનોહર પર્રિકરે ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી અને અન્ય અપક્ષી ધારાસભ્યોનું સમર્થન બનાવી સરકાર રચી હતી. મનોહર પર્રિકર પોતે પણ પણજીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. લોકસભા ચૂંટણીની સાથે જ ગોવાની ત્રણ વિધાનસભા સીટ શિરોદા, મંડરેમ અને મપૂસા માટે પણ 23 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી થશે. જેથી કઈ પાર્ટી ગોવામાં બહુમતી મેળવી સત્તા સંભાળશે તેની ગડમથલ ત્યારે પણ રહેવાની જ છે.

હવે જ્યારે મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થઈ ગયું છે ત્યારે ભાજપે નવો નેતા પસંદ કરીને રાજ્યપાલની સમક્ષ રાખી સરકાર રચવાનો દાવો કરવો પડશે. તેમને ધારાસભ્યોના સમર્થનનો પત્ર પણ સોંપવો પડશે. જો રાજ્યપાલ મૃદુલા સિન્હા સમર્થનને લઈને રાજી નથી થતા તો બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવશે. જે આ પહેલા પણ ઘણી વખત સરકાર રચવાનો દાવો કરી ચૂકી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે, વિધાનસભામાં ભાજપ પાસે બહુમત નથી અને કોંગ્રેસ હવે મોટી પાર્ટી છે. એટલા માટે કોંગ્રેસને સરકાર રચવાની તક આપવી જોઈએ. રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં કોંગ્રેસે એ પણ લખ્યું છે કે, ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેની કોઈ પણ કોશિષ ગેર કાનૂની હશે તો કોંગ્રેસ તેને કોર્ટમાં પડકારશે.

કોણ છે પ્રમોદ સાવંત?

તેઓ ઉત્તર ગોવા સ્થિત સૈનક્વલિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પ્રમોદ સાવંતનો જન્મ 24 એપ્રિલ, 1973માં થયો હતો. તેમણે આયુર્વેદમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. પ્રમોદે કોલ્હાપુર અને પૂણેમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પૂણેમાં તેમણે સોશિયલ વર્કમાં એમએ કર્યુ. મનાઇ છે કે પ્રમોદ સાવંત મનોહર પર્રિકરના ઘણા નિકટના વ્યક્તિ હતા. જો કે સાદગીના મામલે તેઓ પર્રિકરથી ઘણા અલગ છે. પ્રમોદ સાવંત પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. સાવંતે ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ તેમની પાસે કુલ 3.66 કરોડની સંપત્તિ છે. જેમાં 2 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે જ્યારે કે 88 લાખ રૂપિયાનું દેવુ છે. પર્રિકર પાસે માત્ર એક ઇનોવા કાર અને એક સ્કૂટર હતુ. જ્યારે કે સાવંતની પાસે પાંચ કારનો કાફલો છે. આ ઉપરાંત પ્રમોદ સાવંતે બોન્ડસ, ડિબેન્ચર, શેર્સ, પોસ્ટલ સેવિંગ્સમાં આશરે 1.16 કરોડનું રોકાણ કરેલું છે. તેમની પાસે 62 લાખ રૂપિયાની ખેતીની જમીન છે. જ્યારે કે બિનખેતીની જમીન 15 લાખ રૂપિયાની છે. તેમની પાસે 85 લાખની કિંમતનું એક ઘર પણ છે.

READ ALSO

Related posts

મોદીનો સૂટ ખરીદનાર સાથે 1 કરોડની ઠગાઇના કિસ્સાની હીરા ઉદ્યોગમાં ચર્ચા

Mayur

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ઇરાનથી ઓઇલની આયાત બંધ થતા દેશમાં મોંઘવારી વધવાની શક્યતા

Mayur