GSTV
Home » News » ગોવા: કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 10 ધારાસભ્યોને લઈ સંસદ પહોંચ્યા સીએમ

ગોવા: કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 10 ધારાસભ્યોને લઈ સંસદ પહોંચ્યા સીએમ

ગોવામાં કોંગ્રેસને ઝટકો આપતા 10 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યાં. ગુરૂવારે દરેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સંસદ ભવનમાં મુલાકાત કરશે. આ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓ શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે મુલાકાત કરશે. દરેક ધારાસભ્યો ગઈકાલ રાત્રે દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.

પ્રમોદ સાવંતે જણાવ્યું કે રાત્રે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે બેઠક થશે. ત્યાર પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. અમે તેમના ધારાસભ્યો નથી તોડ્યાં તેમના 10 ધારાસભ્યો પોતે અમારી પાસે આવ્યા હતા.

ભાજપમાં શામેલ થયા પછી કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરે બુધવારે કહ્યું કે ચૂંટણીની પછી સૌથી મોટી પાર્ટી હોવા છતા અમે સરકાર બનાવી શક્યા ન હતા. અમારી પાસે ઘણા મોકાઓ હતા પરંતુ કેટલાંક વરિષ્ઠ નેતાઓ વચ્ચે એકતાની કમી હોવાને કારણે એવુ થઈ શક્યુ ન હતુ.

તેમણે આગળ જણાવ્યુ કે વિપક્ષનો નેતા હોવા છતા મારા વિસ્તારમાં વિકાસકાર્યો થઈ શક્યા નહીં. જો અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો થયા નહીં તો લોકો ફરીવાર અમને ચુંટશે નહીં. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યુ કે કોંગ્રેસ ધારાસભ્યોના શામેલ થયા પછી હવે અમારી સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. તે રાજ્યોના વિકાસ માટે વગર શરતે અમારી સાથે જોડાયા છે.

હવે આ છે વિધાનસભાની હાલત

40 સદસ્યોની વિધાનસભામાં હવે ભાજપના 27 ધારાસભ્યોની સિવાય ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ, કોંગ્રેસના પાંચ, એનસીપી અને એમજીપીનો એક-એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યુ છે.

READ ALSO

Related posts

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar

નિર્દયી ‘મા’ એ નવજાત બાળકીને ગટરમાં ફેંકી, શ્વાનના ટોળાએ બચાવ્યો જીવ

Kaushik Bavishi

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસી આફત: વીજળી પડવાથી 35 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!