GSTV
India ટોપ સ્ટોરી

કેન્દ્રની મોદી સરકારને સતત નિશાન બનાવનારા આ તમિલ અભિનેતા લડશે 2019ની ચૂંટણી

ગત એક વર્ષથી કેન્દ્રની મોદી સરકારને સતત નિશાન બનાવનારા અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષે રાજકારણમાં આવવાનું એલાન કર્યું છે. પ્રકાશ રાજ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી તાજેતરમાં રાજકારણમાં સામેલ થનારા ત્રીજા મોટા અભિનેતા છે. આ પહેલા રજનીકાંત અને કમલ હસન તાજેતરમાં રાજકારણમાં પ્રવેશી ચુક્યા છે. પ્રકાશ રાજે એલાન કર્યું છે કે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

હિંદી અને તમિલ સહીત ઘણી ભાષાઓની ભારતીય ફિલ્મોમાં કામ કરી ચુકેલા મશહૂર અભિનેતા પ્રકાશ રાજ દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તેઓ ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે તેની સ્પષ્ટતા થઈ નથી. પ્રકાશ રાજના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે તેઓ કર્ણાટકથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેઓ લાંબા સમયથી મોદી સરકાર અને ભાજપ પર ઘણાં વિષયો પર સવાલો ઉઠાવી ચુક્યા છે અને તેમને નિશાને લેતા રહ્યા છે.

પ્રકાશ રાજે ટ્વિટ કરીને એલાન કર્યું છે કે સૌને હેપ્પી ન્યૂ ઈયર, એક નવી શરૂઆત. વધારે જવાબદારી અને તમારા સમર્થનની સાથે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આગામી લોકસભા ચૂંટણી લડશે. સંસદીય મતવિસ્તાર બાબતે નજીકના ભવિષ્યમાં જાણકારી આપશે. અબ કી બાર જનતા કી સરકાર હેશટેગ સિટિઝન્સ વોઈસ સંસદમાં પણ હેશટેગ જસ્ટ આસ્કિંગ. પ્રકાશરાજ વડાપ્રધાન મોદીની ઘણી બાબતોમાં ટીકા કરીને સતત ચર્ચામાં રહ્યા છે.

નેશનલ એવોર્ડથી સમ્માનિત અભિનેતા પ્રકાશ રાજે પત્રકાર ગૌરીલંકેશ મર્ડર કેસ પર વડાપ્રધાન મોદીની ચુપકીદી પર નારાજગી વ્યક્ત કરતા તેમને પોતાનાથી મોટા એક્ટર ગણાવ્યા હતા. તેની સાથે જ પોતાને એનાયત થયેલો નેશનલ એવોર્ડ પાછો આપવાની ચિમકી પણ આપી હતી. જો કે વિવાદ વધવાને કારણે તેમને સ્પષ્ટતા પણ આપવી પડી હતી. તેમણે વડાપ્રધાન મોદી સિવાય યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ આડે હાથ લઈ ચુક્યા છે.

Related posts

ભાજપમાં નવા અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી થશે નહીં, હવે માત્ર જેપી નડ્ડા જ કાર્યભાર સંભાળશે

Hemal Vegda

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk
GSTV