GSTV
Home » News » દિલ્હી ચૂંટણીમાં ‘કોંગ્રેસ ગાયબ’ થતાં અમે હારી ગયા: પ્રકાશ જાવડેકર

દિલ્હી ચૂંટણીમાં ‘કોંગ્રેસ ગાયબ’ થતાં અમે હારી ગયા: પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ ‘અચાનક ગાયબ’ થતાં ભાજપની હાર થઈ છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, કોંગ્રેસ સાઈડમાં થઈ જતાં દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 સીટ અને ભાજપને ફક્ત 8 સીટ જ મળી છે, જ્યારે કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ ગઈ છે.

જાવડેકરે આ અંગે પ્રેસ કોંન્ફરન્સમાં કહ્યું હતું કે, દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ અચાનક ગાયબ થઈ જતાં ભાજપ અને આમ આદમી પાર્ટીની ટક્કર થઈ હતી. હા એ અલગ વાત છે કે, કોંગ્રેસ અલગ થઈ ગઈ કે પછી લોકોએ જ સાઈડમાં કરી નાખ્યા પણ આ બધા વોટ આપ પાર્ટીને ગયા છે. કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 26 ટકા મત મળ્યા હતા, પણ દિલ્હી ચૂંટણીમાં ફક્ત 4 ટકા મત જ મળ્યા છે.

વધુમાં જાવડેકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગાયબ થતાં ભાજપ અને આપની ટક્કરમાં કેજરીવાલમાં જીત્યા છે. અમે 42 ટકા મતની આશા રાખી હતી અને આપ માટે 48 ટકા, પણ અમે 3 ટકાથી ફેલ થયા છીએ. ભાજપને 39 ટકા મત મળ્યા છે, જ્યારે આપને 51 ટકા મત મળ્યા છે. ચૂંટણીમાં તો હાર જીત થાય છે, અમે આ હારનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

એરઈન્ડિયાને ખરીદવા હવે ગુજરાતી બિઝનેસમેનને રસ : કરોડો રૂપિયાની લગાવશે બોલી

pratik shah

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!