GSTV
Home » News » જે ચૂંટણી પંચની કામગીરી દુનિયાના દેશોમાં વખણાય છે તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે : પ્રકાશ જાવડેકર

જે ચૂંટણી પંચની કામગીરી દુનિયાના દેશોમાં વખણાય છે તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે : પ્રકાશ જાવડેકર

ઈવીએમ અને વીવીપેટ મુદ્દે ચૂંટણી પંચે વિપક્ષને આપેલા ઝાટકા બાદ ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબમાં જીતે તો ઈવીએમનો મુદ્દો નથી ઉઠાવતી. અને અન્ય રાજ્યમાં ભાજપ જીતે તો ઈવીએમનો મુદ્દો ઉઠાવે છે. એક્ઝિટપોલ બાદ વિપક્ષના નેતાઓ નિરાશ છે એટલે તેઓ વીવીપેટ અને ઈવીએમનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જાવડેકરે વધુમાં જણાવ્યુ કે, જે ચૂંટણી પંચની કામગીરી દુનિયાના દેશોમાં વખણાય છે તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, ઈવીએમ અને વીવીપેટ મામલે સુપ્રીમ કોર્ટે આવેલા ઝાટકા બાદ ચૂંટણી પંચે પણ વિપક્ષને ઝાટકો આપ્યો છે. વિપક્ષની માગ હતી કે, 50 ટકા ઈવીએમને વીવીપેટની સ્લિપ સાથે સરખાવવામાં આવે. જે માગને ચૂંટણી પંચે પણ ફગાવી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

Xiaomi ના નવા Mi A3 પહેલી સેલ આજે, શરૂઆતની કીંમત તમારા ખીસ્સાને અનુકૂળ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!