GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કેન્દ્રિય મંત્રીને રામાયણ જોવી પડી ભારે, Twitter પર ટ્રોલ થતાં પોસ્ટ કરી Delete

twitter

આજકાલ બધા લોકો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સક્રિય રહે છે. હાલમાં કોરોના (Corona) વાયરસને પગલે લોકડાઉન(Lockdown) માટે પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી છે. સરકાર એકબાજુ કહે છે કે કોરોનાને પગલે લોકોની પરિસ્થિતિ માટે સરકાર સતત ચિંતિત છે. મંત્રીઓ સતત તેના ઉપર નજર રાખી રહ્યા છે ત્યારે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રીએ 28 માર્ચથી સવારે 9થી 10 રામાયણનું પ્રસારણ જોતો પોતાનો ફોટો ટ્વિટર (Twitter) પર મૂક્યો અને લખ્યું કે હું તો રામાયણ જોઈ રહ્યો છું આપ ?

આ ફોટો ટ્વિટ થયાના થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા પર લોકોએ તેમને આડેહાથ લઈ લીધા. દેશમાં ગરીબ અને મજૂરોની હાલત દયનિય છે. ત્યારે મંત્રીજીને રામાયણ જોવાનો સારો સમય મળી રહ્યો છે. લોકો આ સ્ક્રીનશોર્ટ શેર કરીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તે બાદ મંત્રીજીએ પોતાનું ટ્વિટ ડીલીટ કરી દીધું હતું. લોકો ખુલ્લા પગે ધોમધખતા તાપમાં પોતાના ઘર તરફ જવા મજબૂર બન્યા છે. ત્યારે તે બાબત પર ધ્યાન આપવાને બદલે રામાયણ જોઈ રહ્યા છે.

twitter

એક યુઝર્સે તો ફોટોશોપ કરીને રામાયણની તસવીરની જગ્યાએ ખુલ્લા પગે જઈ રહેલા મજૂરોની તસવીર મુકી લખ્યું. સાહેબ રામાયણની જગ્યાએ થોડું આ પણ જોજો. અન્ય એક યુઝર્સે કહ્યું કે સર અમે આમને જોઈ રહ્યા છીએ. તમે આમના માટે કંઈક કરો. મજૂરો છેલ્લા બે દિવસથી ચાલતા ઘરે જઈ રહ્યા છે. પગમાં ચપ્પલ નથી. પીવા પાણી નથી તો ખાવાની વાત તો દૂર રહી. પરંતુ આપણા મંત્રીજી પ્રકાશજાવડેકર ઘર પર બેસીને ટીવી જોઈ રહ્યા છે.

ગુંજન વર્મા નામના એક યુઝરે લખ્યું કે અમે પણ જોઈ રહ્યા છીએ, પરંતુ રામાયણ નહીં. ફિલ્મ ડાયરેક્ટર ફરાહખાને પણ પ્રકાશ જાવડેકરના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું કે તે એ મજૂરોને જોઈ રહ્યા છે. જે પોતાના ઘરે જઈ રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે 21 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી. 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેતા ટ્વિટર પર રામાયણ અને મહાભારત જેવી સિરીયલો ફરીથી પ્રસારિત કરવાની માગ રહેતા 28 માર્ચ શનિવારથી ડીડી નેશનલ પર સવારે અને સાંજે એપિસોડ પ્રસારિત કરાશે. રામાયણ પ્રસારિત કરાઈ એવો લોકોને મેસેજ પહોંચાડવા પ્રકાશ જાવડેકરે કરેલું ટ્વીટ આટલું ભારે પડશે તેવું તેમણે પણ નહીં વિચાર્યું હોય.

Read Also

Related posts

રેલવે તો ચાલુ થઈ પણ, આ 2 રાજ્યોએ ટ્રેનો પોતાના રાજ્યમાં ચલાવવા સામે ઉઠાવ્યો વાંધો

Dilip Patel

હાલના સમયે વર્ષ ૧૯૫૯થી ૧૯૬૨ જેવી જ ગ્રહોની સ્થિતિ, આ મહિનામાં મોદી સરકાર પર સંકટ આવશે

Bansari

એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના આજથી શરૂ : 67 કરોડ લોકોને થશે ફાયદો, આ છે નિયમો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!