GSTV

Coal મંત્રી પ્રહલાદ જોશીએ આખરે સ્વીકાર્યું, કહ્યું: કોલસાનું સંકટ છે પરંતુ સ્થિતિ સુધારી રહી છે

Last Updated on October 14, 2021 by Pritesh Mehta

સમગ્ર દેશમાં કોલસાની અછતને કારણે થઈ રહેલા વિજ સંકટની વાત કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ પણ સ્વીકારી છે. છત્તિસગઢ પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોલસાની અછત થઈ છે, પરંતુ હવે સ્થિતિ સુધરી રહી છે. જેટલો કોલસો વિજળી માટે જોઈએ તેટલો આપી રહ્યાં છીએ.

કોલસા

જોકે સાથે મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, હાલ તેઓ 20 થી 40 દિવસ માટે કોલસાનો સ્ટોક રાખવાની વાત નથી કરી રહ્યાં. તેમણે કહ્યું કે,‘પાવર પ્લાન્ટ માટે જે ટાર્ગેટ રાખવામા આવ્યો છે તે અનુસાર રોજ તેમને કોલસો આપવો જોઈએ.

હાલ પાવર પ્લાન્ટમાં 20 કે 40 દિવસનો સ્ટોક નહીં થાય, પરંતુ જરૂર પ્રમાણે કોલસો મળશે તેમા અછત નહીં સર્જાય. ’ કોલસા મંત્રીએ 8 કલાક સુધી કોલસાની ખાણનું નીરિક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મોંઘવારીનો માર / દિવાળીના તહેવાર પર મોંઘી થઇ જશે તમારી ભોજનની થાળી, જીવનજરૂરિયાતની આ ચીજવતુઓના વધી શકે છે ભાવ

Zainul Ansari

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના પડઘા ભારતમાં પડ્યા, કોલકાતામાં વિરોધ પ્રદર્શન

Zainul Ansari

તૈયાર થઈ જાવ / ગુજરાત પોલીસમાં 10 હજારથી વધુ જગ્યાઓ પર નિકળી સીધી ભરતી, આ તારીખ સુધીમાં કરી શકો છો અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!