મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારના રોજ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર પ્રહારો કરવાનું શરૂ કર્યુ હતું. હકીકતમાં જોઈએ તો, એક દિવસ પહેલા જ દિગ્વિજય સિંહે ગોડસેને દેશનો પ્રથમ આતંકી કહ્યો હતો. જેને લઈને હવે સાધ્વી પ્રજ્ઞાની પ્રતિક્રિયા આવી છે. આ દરમિયા સાધ્વીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ હંમેશા દેશભક્તોની સાથે ખરાબ વ્યવહાર કરતી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ તો તેને ભગવા આતંકી પણ કહ્યા હતા. આનાથી વધારે નિષ્ઠુરતા શું હોઈ શકે.
આપને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી દરમિયાન પણ સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહ્યો હતો. વિપક્ષી પાર્ટી અને ખુદ તેની પાર્ટીએ ફોર્સ કર્યા બાદ આખરે તેમને માફી માગવી પડી હતી. ત્યાં સુધી કે, વડાપ્રધાન મોદીએ ખુદ કહ્યુ હતું કે, આ પ્રકારના નિવેદન કરનારાને ક્યારેય માફ કરી શકાય નહીં.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….