GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે આવ્યુ પ્રદીપસિંહ જાડેજાનું મોટુ નિવેદન, મળી રહ્યા છે આવા સંકેતો

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે કે નહીં તે અંગે અસમંજસ છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી રથયાત્રાના આયોજન અંગે મહત્વનું નિવેદન આપ્યુ.  તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાની પરિસ્થિતને જોઈ રથયાત્રાના આયોજન અંગે નિર્ણય લેવાશે.

જોકે, જળયાત્રાનું આયોજન પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવશે. મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે ગતવર્ષે  અમદાવાદની જગપ્રસિદ્ધ રથયાત્રા સમયે નાથે નગરચર્ચા કરી ન હતી. જોકે આ વર્ષે હવે કેસ ઘટ્યા છે.અને રથયાત્રાની તારીખ નજીક આવી રહી છે..ત્યારે અમદાવાદીઓ સહિત સૌ કોઈને રથયાત્રા યોજાશે કે કે તે જાણવા ઉત્સુકતા છે.

બીજી બાજૂ જગન્નાથ મંદિરમાં યોજાયેલી બેઠક બાદ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થાય તે મારી નહીં પણ બધાની લાગણી છે. જોકે, જળયાત્રા કોવિડ ગાઇડલાઇન મુજબ યોજાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!