GSTV

કેબિનેટ બેઠકનો નિર્ણય: ગુજરાતમાં યોજાશે ચોમાસું વિધાનસભા સત્ર, આટલા બિલ લાવી રહી છે રૂપાણી સરકાર

ગાંધીનગર મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે વિધાનસભામાં મળનારા પાંચ દિવસના ચોમાસુ સત્ર અંગે મહત્વની ચર્ચા કરી હતી. વિપક્ષની સરકારને ઘેરવાની રણનીતિ નિષ્ફળ કરવા પર ચર્ચા થઈ. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વખતે વિધાનસભાનું સત્ર મહત્વનું રહેશે. આ સત્રમાં રાજ્ય સરકાર મહત્વના બિલ લાવશે. જેમાં ગુંડા એક્ટ બિલ સૌથી વધુ મહત્વનું હશે.

ગુંડા એક્ટ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલાયું હોવાનું પણ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. સત્ર દરમિયાન 24 બિલો રજૂ કરાશે. સાથે જ કલમ 120 હેઠળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોવિડ દરમિયાન મહત્વની કામગીરી કરનાર કોરોના વોરિયર્સ, સરકારી કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓ બાબતે સંકલ્પ લાવવામાં આવશે.

આ સિવાય રાજ્યમાં ખરાબ રસ્તાઓના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા કામો સિવાય આત્મનિર્ભર ગુજરાત પેકેજ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવા નિર્ણય બાબતે પણ સત્ર દરમિયાન ચર્ચા કરી જાણકારી આપવામાં આવશે. જોકે સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સની જાળવણીના કારણે વિધાનસભામાં માત્ર ધારાસભ્ય અને અધિકારીઓને જ પ્રવેશ મળશે. તેથી અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિ. અરજદારો અન્ય જગ્યા જઈ અરજી કરી શકશે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!