GSTV
India News Trending

15 હજારથી ઓછી આવક ધરાવતા વર્ગને દર મહિને મળશે 3 હજાર રૂપિયાનું પેન્શન

નાણામંત્રી પીયૂષ ગોયલે budget 2019 નાં ભાષણમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત કરતા કહ્યું કે માસિક યોગદાન પર કારીગરોને તેમની 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મળશે 3000 રૂપિયાનું પેન્શન. લોકસભા ચૂંટણી પહેલા પોતાના અંતિમ બજેટમાં મોદી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે. નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ 2019માં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને મેગા પેન્શન યોજનાની ઘોષણા કરી છે.

ન્યૂનત્તમ પેન્શનની ગેરંટી આપવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની ઘોષણા કરતા કહ્યું કે નાણામંત્રીએ કહ્યું કે 100 રૂપિયાના માસિક યોગદાન પર કારીગરોની 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. તે હેઠળ અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કારીગરોને રિટાયરમેન્ટ પછી એક ન્યૂનત્તમ પેન્શનની ગેરંટી આપવામાં આવશે. આ સ્કીમનો ફાયદો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા એવા મજૂરોને મળશે જેમની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોય. આ યોજનાનું લાભ અસંગઠિત ક્ષેત્રમાં સૌથી નબળા 25 ટકા લોકો માટે એક ફાઈનેન્શલ સિક્યોરિટી સ્કીમ તરીકે મળશે. સરકારના પગલાથી ઘરેલું નોકરીઓ, ડ્રાઈવરો, પ્લબંર, વિજળીનું કાર્ય કરતા કારીગરોને ફાયદો થઈ શકે છે, જેઓ આ સ્કીમ હેઠળ 15 હજાર સુધીની સેલેરીથી ઓછી કમાણી કરે છે.

10 કરોડ કારીગરોને લાભ થશે

લોકસભામાં વર્ષ 2019-20 નું અંતિમ બજેટ જાહેર કરતા ગોયલે કહ્યું કે આ યોજના 10 કરોડ કારીગરોને લાભ થશે અને આવનારા પાંચ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્ર માટે વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના બની શકે છે. ભારતમાં 50 કરોડની વર્કફોર્સ છે, જેમાંથી 90 ટકા ભાગ અસંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરે છે. એવા કારીગરોને સામાન્ય રીતે સરકાર તરફથી નકકી થયેલ વેતન પણ મળતું નથી અને પેન્શન અને હેલ્થ ઈન્શયોરન્સ જેવી સોશિયલ સિક્યોરિટી પણ મળતી નથી.

Related posts

રાજસ્થાનમાં પણ કોંગ્રેસ માટે પંજાબ જેવી સ્થિતિનું નિર્માણ થવાનો ખતરો

Hemal Vegda

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

કોંગ્રેસ મુખ્યમંત્રી બદલવામાં હંમેશા ફેલ કેમ થઈ? 1 નહીં 6 વાર કરી આ ભૂલ

Hemal Vegda
GSTV