GSTV

PM વય વંદના યોજનામાં મળે છે 10 હજાર રૂપિયા સુધીનું પેન્શન, 31 માર્ચ સુધીમાં કરી લો રોકાણ

વરિષ્ઠ નાગરિકોને દર મહિને 10 રૂપિયા સુધીનું પેન્શન આપતી પ્રધાનમંત્રી વય વંદના યોજના 31 માર્ચ 2020માં બંધ થવા જઈ રહી છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો અને આ સ્કીમ હેઠળ રોકાણ કરીને દર મહિને પેન્શન મેળવવા માંગો છો તો 31 માર્ચ પહેલાં જ આ યોજનામાં રોકાણ કરી શકો છો.

LIC કરે છે આ સ્કીમનું સંચાલન

કેન્દ્રની મોદી સરકારે પીએમ વય વંદના યોજના પેન્શન સ્કીમનું લોન્ચિંગ 2017માં કર્યુ હતુ. તે સમયે આ યોજનમાં મહત્તમ 7.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાતું હતુ. 2018-19ના સામાન્ય બજેટમાં આ સીમા રાશિને લાભાર્થી દીઠ બમણી કરીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. એટલેકે, જો કોઈ પરિવારમાં પતિ-પત્ની બંને વરિષ્ઠ નાગરિક છે. તો બંનેએ મહત્તમ 15-15 લાખનું રોકાણ કરીને કુલ 30 લાખનું રોકાણ કરીને બોનસનો લાભ ઉઠાવી શકે છે. આ પેન્શન સ્કીમનું સંચાલન એલઆઈસી તરફથી કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છેકે, આ સ્કીમમાં રોકાણ બાદ તરત જ પેન્શનનો લાભ મળવાનો ચાલું થઈ જાય છે.

પીએમ વય વંદના યોજનાનો લાભ લેવા માટે યોગ્યતા

  • સ્કીમમાં પ્રવેશ માટેની ઉંમર – 60 વર્ષ
  • સ્કીમમાં પ્રવેશ માટે મહત્તમ વયમર્યાદા નથી
  • પોલીસીની અવધિ – 10 વર્ષ
  • લઘુત્તમ પેન્શન – 1000 રૂપિયા
  • મહત્તમ પેન્શન – 10 હજાર રૂપિયા
  • પેન્શન ચુકવણીનો સમયગાળો – માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક
  • પેન્શન ચુકવણીની રીત – એનઇએફટી અથવા આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ

કેવી રીતે કરી શકો છો ખરીદારી

પ્રધાનમંત્રી વય વંદન પેન્શન યોજનાનું સંચાલન એલઆઈસી દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ યોજનામાં રોકાણ કરવું પડશે. તમે આ રોકાણ ઓનલાઇન અને ઓફલાઇન બંને દ્વારા કરી શકો છો. ઓફલાઇન રોકાણ માટે, તમારે નજીકની એલઆઈસી ઓફિસની મુલાકાત લેવી પડશે. ઓનલાઇન માટે તમે www.licindia.in પર જઈને રોકાણ કરી શકો છો. જો કે, આ પેન્શન યોજના આવકવેરાની કલમ 80-સી હેઠળ કર લાભ આપતી નથી.

પેન્શનનાં વધારાનાં મળતાં લાભ

મેચ્યોરિટી લાભ:

જો રોકાણકાર 10 વર્ષની પોલિસી અવધિ બાદ પણ જીવીત રહે છે તો તેને રોકાણ રકમ પેંશનના અંતિમ હપ્તાની સાથે મળશે.

મૃત્યુ લાભ:

જો કોઈ રોકાણકારનું 10 વર્ષની પોલિસી અવધિ દરમ્યાન મૃત્યુ થાય છે તો તેના નોમિનીને પુરેપુરી રકમ મળી જાય છે.

લોન સુવિધા:

આ યોજના હેઠળ રોકાણકારને લોનની સુવિધા મળે છે. રોકાણકારને કુલ રોકાણ રકમનાં 75 ટકા રકમ સુધીની મહત્તમ લોન મળી શકે છે.

READ ALSO

Related posts

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, કોરોના કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

Corona ઇફેક્ટ: આ ઇન્શ્યોરન્સ કંપની FREEમાં આપી રહી છે 5 લાખનું એક્સ્ટ્રા કવર, નહીં આપવો પડે કોઇ ચાર્જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!