GSTV

તમારા પરિવારને આપો સુરક્ષાનો વાયદો! વાર્ષિક 12 રૂપિયા અને મહિને 1 રૂપિયો ખર્ચીનો લો આ પૉલિસી, સરકારની આ સ્કીમનાં છે મોટા ફાયદાઓ

આજના સમયમાં વીમો હોવો અત્યંત જરૂરી છે. ગરીબ લોકો વીમો લઈ શકે તે માટે મોદી સરકારે આવી સરસ યોજના બનાવી છે. પ્રધાન મંત્રી વીમા સુરક્ષા યોજના – PMSBY – માં એકદમ સસ્તા પ્રિમિયમ રાખવામાં આવ્યા છે. જેમાં મહિને માત્ર 1 રૂપિયો એટલે કે વર્ષે રૂ.12 જ ભરવા પડે છે. દુર્ઘટના વીમા યોજનાની 1 જૂનથી 31 મેના આધાર પર તે ચાલે છે. તેની નોંધણી માટે વીમાની નોંધણી કોઈ પણ બેંકમાં નોંધણી કરાવીને પ્રિમિયમ ભરી શકાય છે. બેંક મિત્ર, વીમાં એજન્ટની મદદ લઈ શકાય છે. વીમા કંપનીઓ અને ખાનગી કંપનિઓ બેંક સાથે મળીને સ્કીમ બનાવી રહી છે.

PMSBY પ્રમાણે 12 રૂપિયામાં અકસ્માત અને અપંગતાને સુરક્ષા આપે છે. મોત કે વીકલાંગ થવાથી રૂ.2 લાખ વળતર આપવામાં આવે છે. જો આંશિક વિકલાંગ થાય તો રૂ.1 લાખનું વળતર આપે છે. 18થી 70 વર્ષ સુધીના કોઈ પણ માણસ પ્રિમિયમ ભરી શકે છે. વીમો લેવા માટે બેંકમાં બેલેંસ સાથેનું ખાતું હોવું જરૂરી છે. મૃત્યુના સમયે નોમિનિના બેંક ખાતામાં રકમ જમા થશે. વચ્ચે યોજના છોડી દીધી હોય તો તે ફરીથી ચાલુ કરી શકાય છે. માર્ગ, રેલ્વે, પાણીમાં ડૂબી જવું, અપરાધમાં મોત જેવી બાબતો અંગે પોલીસમાં તેની ફરિયાદ કરવી જરૂરી છે. સાંપ કરડવો, પડી જવું કે કુદરતી હોવારતો જેવી સ્થિતીમાં મોત થાય તો તે હોસ્પિટલના અહેવાલ પર વીમો મંજૂર કરાશે.

READ ALSO

Related posts

દસક્રોઇના ગામડી ગામે ભાડે ખેતર રાખી ગોરખધંંધો, યુરિયા ખાતર બારોબાર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

pratik shah

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું પાકિસ્તાનનું મોટુ ષડયંત્ર : ગુપ્તચર ખાતાએ મોદી સરકારને આપી ચેતવણી, પાકિસ્તાને લીધી છે આગેવાની

Ankita Trada

Ludo trailer: કોમેડીથી ભરપૂર ‘લૂડો’નું ટ્રેલર રિલીઝ, પંકજ ત્રિપાઠીનો આવો અંદાજ પહેલા નહી જોયો હોય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!