GSTV

સરકારની આ યોજના સાથે જોડાઇને દર મહિને મેળવો 3 હજાર રૂપિયાનું પેન્શન, સરળ છે પ્રોસેસ

જો તમારી માસિક કમાણી 15 હજાર રૂપિયા કે તેથી ઓછી હોય અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં હોવ તો ફક્ત 55 રૂપિયા મહિના જમા કરીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શનના હકદાર બની શકો છો. પીએમ નરેન્દ્ર મોદી તરફથી ગત વર્ષે શરૂ કરવામાં આવેલી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત કોઇપણ અસંગઠિત શ્રેત્રનો શ્રમિક આ યોજનાનો લાભ લઇ શકે છે. પરંતુ શરત એ છે કે તેનું પીએફ કે ઇએસઆઇ ન કપાતુ હોય. રિક્શા ચાલક, ઘરેલૂ નોકરથી લઇન મિસ્ત્રી કામ કરતાં લોકો આ સ્કીમ સાથે સરળતાથી જોડાઇ શકે છે.

કોણ જોડાઇ શકે છે

આ સ્કીમ સાથે તમામ લોકો જોડાઇ શકે છે. જે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તમારી ઉંમર 18થી 40 વર્ષ સુધીની હોવી જોઇએ. માસિક આવક 15 હજારથી વધુ ન હોવી જોઇએ.

આ લોકો હકદાર નથી

સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરનાર અથવા એવા લોકો જેનું પીએફ કે ઇએસઆઇ કપાય છે. તે લોકો આ યોજનાનો લાભ ન લઇ શકે. આવકવેરાની મર્યાદામાં આવતા લોકો પણ તેમાંથી બહાર છે.

કેવી રીતે ખોલાવશો એકાઉન્ટ

ફક્ત આધાર કાર્ડ અને બચત બેન્ક ખાતુ તેના માટે જરૂરી છે. કોઇ પણ કોમન સર્વિસ સેંટર પર જઇને તમે આ સ્કીમ સાથે જોડાઇ શકો છો. પહેલો હપ્તો તમારે રોકડમાં ચુકવવાનો છે અને આગામી વખતેથી તમારા ખાતામાંથી રકમ કપાઇ જશે.

મૃત્યુ બાદ પતિ કે પત્નીને અડધુ પેન્શન

આ એક એવી સ્કીમ છે જેમાં તમારી મરજીથી યોગદાન કરી શકાય છે, જે અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ પ્રતિ માસ 3000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળશે. જો મેમ્બરનું મૃત્યુ થઇ જાય તો મેંબર કે પતિ કે પત્નીને ફેમિલી પેન્શન તરીકે 50 ટકા પેન્શન મળશે.

દર મહિને આટલા રૂપિયાનું રોકાણ

આ સ્કીમ અંતર્ગત ઉંમરના આધારે રોકાણની રકમ નક્કી કરવામાં આવી છે. જેમ કે 18 વર્ષની ઉંમરના વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા આપવાના રહેશે અને આટલી જ રકમ સરકાર ચુકવશે. આ રીતે 19 વર્ષની ઉંમરે તમારે 58, 20 પર 61 અને 29 વર્ષની ઉંમરે 100 તથા 40ની ઉંમરે 200 રૂપિયા દર મહિને આપવાના રહેશે.

જો હપ્તો ન ભરાય તો

મહિનાનો હપ્તો ન ભરી શકાય તો ગમે ત્યારે પાછળની બાકીની રકમ ચુકવીને સ્કીમને ચાલુ રાખી શકાય છે.

Read Also

Related posts

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

કોરોનાનો ઘાતક ચહેરો, અમદાવાદ જિલ્લો 53 કેસ સાથે દેશમાં આ સ્થાન પર પહોંચ્યો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!