GSTV

મોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની ખેડૂતો માટે યોજના: 55 લાખ લોકોને મળશે રોજગારી

પ્રધાન મંત્રી મોદીએ ગુરુવારના રોજ પીએમએમએસએ એટલે મત્સ્ય સંપદાની યોજના લોંચ કરી છે. આ યોજનાથી 55 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા છે, દેશમાં હવે માછલી ક્રાયોબૈંકની સ્થાપના કરાશે. જેમાં ખેડૂતો માછલીના શુક્રાણુંઓની મદદથી ઉત્પાદનમાં વધારો કરશે. કોરોના વ્યવહારના પેકેજની જાહેરાત કરતાં સીતારમને કહ્યું હતું કે, મરીન, ઇનલેંડ ફીશરી અને એક્વાકલ્ચરના વિકાસ માટે 11,000 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાશે.

શું છે PMSSYની મત્સ્ય વ્યવસ્થા યોજના (પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના)

મત્સ્યનું પાલનએ દેશનો એક ઉભરતો વ્યવસાય છે. આ સેક્ટરમાં હજી 15 લાખ લોકોને રોજગારી મળી રહી છે. કેન્દ્ર સરકાર  2024-25 માં લગભગ 55 લાખ સુધી લોકોને રોજગાર આપવા માગે છે. માછલી ઉત્પાદનની વૃદ્ધિ અને રોજગારી વધારવાના ભાગરૂપે સરકારે આ યોજના લોન્ચ કરી છે. મત્સ્ય પાલન સચિવ ડો. રાજીવ રંજને જણાવ્યું હતું કે, માછલી ઉત્પાદન 2018-19માં 137.58 લાખ ટનથી વધારીને 2024-25 માં 220 લાખ ટન સુધી લઈ જવાનો લક્ષ્ય નિર્ધારિત છે.

દેશમાં બનશે ક્રાયોબેંક

ગિરિરાજસિંહે નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સેજના સહયોગથી એનએફડીબી દેશના વિભિન્ન ભાગોમાં માછલી ક્રોયોબૈંક સ્થાપિત કરવા માટે કામ કરશે. આ દુનિયામાં પહેલી વખત હશે. જ્યારે માછલી ક્રોયોબેંકની સ્થાપના કરવામાં આવશે. જે માછલી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે દેશમાં મત્સ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે અને જેમાંથી માછલી સાગરખેડૂની સમૃદ્ધિમાં વધારો કરશે.

કોણ ઉઠાવી શકે છે આ સ્કિમનો ફાયદો

માછીમારી સમુદાયના લોકોઃ

આ યોજનાનો લાભ માત્ર માછીમારી સમાજ સાથે સંબંધ ધરાવતા લોકોને મળશે.

જલીય કૃષિઃ

એવા વ્યક્તિ જે જલીય ક્ષેત્રો સાથે સંબંધ રાખતા હોય અને જલીય કૃષિનું કાર્ય કરતા હોય અથવા તો તેના માટે ઉત્સુક હોય. તેને પાત્ર માનવામાં આવશે.

પ્રાકૃતિક આપદાથી ગ્રસિત માછીમારોઃ

એવા માછીમારો કે જે કોઈ પ્રાકૃતિક આપદાને કારણે ભયંકર રીતે પ્રભાવિત થયા હોય તેને આનો ફાયદો મળશે.

જલીય જીવોની ખેતીઃ

એવા વ્યક્તિ કે માછીમારી જે માછલી પાલનનું કાર્ય કરવા માંગે છે કે તેને જાણે છે તથા તેની સાથે જ જલીય અન્ય જીવોની ખેતી કરી શકે છે તેને આ યોજનામાં સામેલ કરીને લાભ આપવામાં આવશે.

માછલી રાખનારા ખેડૂતોને આસાનીથી મળશે 3 લાખ રૂપિયાની લોન

માછલી પાળનારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવા પાછળનો સરકારનો ઉદેશ્ય છે કે, વધારેમાં વધારે લોકો ખેતીવાડી સિવાયની ઈત્તર ગતિવિધિઓ સાથે જોડાય અને પોતાની આવકમાં વધારો કરી શકે. હવે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતો માછલી, ઝીંગા માછલીઓનું પાલન અને વ્યવસાયના સમયે આવનારા પૈસાની જરૂરતોને પુર્ણ કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારક 4 ટકા વ્યાજ દર ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સમય ઉપર ઋણની ચુકવણી કરવા ઉપર ખેડૂતોને વ્યાજમાં અલગથી છુટ દેવામાં આવી રહી છે. બેંકમાં એક એપ્લીકેશન લખીને કિસાન ક્રેડિટકાર્ડ માટે એપ્લાઈ કરી શકે છે. એપ્લીકેશનની સાથે ફોટો, ઓળખકાર્ડ, નિવાસ પ્રમાણપત્ર અને જમીનની ઓરી-ખાટોઉની એક ફોટો કોપી લગાવવાની રહેશે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!