GSTV
Home » News » ખેડૂતોએ નવી યોજના દ્વારા વૃદ્ધાવસ્થા બનાવી સુરક્ષિત, જાણો શું છે?

ખેડૂતોએ નવી યોજના દ્વારા વૃદ્ધાવસ્થા બનાવી સુરક્ષિત, જાણો શું છે?

મોદી સરકારે એક મહિના પહેલા જ ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોર સુધીમાં 8.36 લાખ ખેડુતોએ નોંધણી કરાવી હતી. આ ખેડુતોએ તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરી છે. 9મી ઓગસ્ટે વડાપ્રધાન કિસાન માન ધન યોજના (Pradhan Mantri Kisan Pension Yojana) હેઠળ નોંધણી શરૂ ગઈ છે. એટલે કે દરરોજ આશરે 27 હજાર ખેડૂતો પેન્શન માટેની કેન્દ્ર સરકારની આ યોજનામાં જોડાઈ રહ્યા છે.

તેથી તમે પણ મોડું ન કરો, કેમ કે આ યોજનામાં તમને કોઈ નુકસાન નથી. અડધું પ્રીમિયમ મોદી સરકાર આપી રહી છે અને અડધું પ્રીમિયમ તમારે ચૂકવવો પડશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે આ યોજનામાંથી બહાર આવી શકો છો. ઓછું પ્રિમીયમ રૂ.55 અને વધુમાં વધુ રૂ.200 છે જો પોલિસી ધારક ખેડૂત મૃત્યુ પામે તો તેમની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે. LIC ખેડૂતોના પેન્શન ફંડનું સંચાલન કરશે. તમને જણાવી દઇએ કે, જેટલું પ્રીમિયમ ખેડૂત ચૂકવશે તેટલી રકમ સરકાર પણ ચૂકવશે. તેનું લઘુતમ પ્રીમિયમ 55 છે અને મહત્તમ 200 રૂપિયા છે.

જો કોઈ ખેડૂત આ યોજનામાંથી બહાર આવવા માંગે ત્યારે ડિપોઝિટની અને વ્યાજની રકમ તેમને મળી જશે. જો ખેડૂત મૃત્યુ પામે તો તેમની પત્નીને મહિને 1500 રૂપિયા મળશે. આ પેન્શન યોજના PMKMY હેઠળ પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડુતોને 60 વર્ષ પછી 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. સરકારે તમામ 12 કરોડ નાના અને સીમાંત ખેડુતોને તેનો લાભ આપવાની યોજના બનાવી છે. નાના અને સીમાંત ખેડૂત તે છે જેની પાસે 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન છે. ચૂકવણી કર્યા વગર પણ લાભ મેળવી શકો છો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાજબીર સિંહના જણાવ્યા અનુસાર નોંધણી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, તો તેના માટે કોઈ દસ્તાવેજો લેવામાં આવશે નહીં. આ યોજના અંતર્ગત ખેડૂત પીએમ-કિસાન યોજનાથી મળેલા લાભોમાંથી પણ સીધો ફાળો આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે યોજનાના ખેડૂતોએ તેમના નાણાં ખર્ચવા પડશે નહીં. જો કે આધાર કાર્ડ દરેક માટે જરૂરી છે. જો કોઈ ખેડૂત આ યોજનાને વચ્ચે છોડી દેવા માંગે છે તો તેના નાણાં વ્યર્થ નહીં જાય, જો કોઈ ખેડૂત અધવચ્ચે યોજના છોડે તો તેઓએ પ્રીમિયમરૂપે ભરેલા નાણાંનું વ્યાજ બેંકના સેવિંગ એકાઉન્ટ જેટલું મળશે.

Read Also

Related posts

બાગાયતી ખેતીમાં થઈ નવી પહેલ, ઓછા ખર્ચે વાવો કરમદા અને કરો શાનદાર કમાણી

Dharika Jansari

આ ખેડૂતે સુકી જમીનમાં 40 વર્ષ બાદ 4 એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કેવી રીતે લીધું

Mayur

પાકમાં પરાણે અતિથી બનીને આવતી જીવાતોનું નિરાકરણ કેવી રીતે લાવવું ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!