GSTV

20 લાખ ખેડૂતોના ખાતામાં દર વર્ષે આવશે 36,000 રૂપિયા, આ રીતે ફટાફટ કરી દો અપ્લાય

કિસાન

Last Updated on July 4, 2020 by Bansari

મોદી સરકાર દેશના 20 લાખ 41 હજાર ખેડૂતોને વાર્ષિક 36 હજાર રૂપિયા પેનઅશન આપશે. દેશની પહેલા કિસાન પેન્શન સ્કીમ એટલે કે પીએમ કિસાન માનધન યોજના (Pradhan Mantri Kisan Maandhan Yojana)માં એટલા અન્નદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. તેમાં 6 લાખ 38 હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે. આ યોજના તે ખેડૂતો માટે ખૂબ જ કામની છે જે ફક્ત ખેતીના ભરોસે છે. ખાસકરીને ગરીબ ખેડૂતો માટે, જેમની પાસે આજીવિકાનું અન્ય કોઇ સાધન નથી.

યોજનામાં હરિયાણાના સવા ચાર લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ છે. બીજા નંબરે બિહાર છે જ્યાં ત્રણ લાખ અન્નદાતા પોતાની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માગે છે. ઝારખંડ અને યુપીમાં આશરે દોઢ-દોઢ લાખ લોકો રજીસ્ટર્ડ છે. પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવામાં 26થી 35 વર્ષના સૌથી વધુ ખેડૂતોએ રસ દાખવ્યો છે.

મેઘ

આટલા રૂપિયા થશે ખર્ચ

કિસાન પેન્શન યોજના 18થી 40 વર્ષની ઉંમર ધરાવતા લઘુ તથા સીમાંત ખેડૂતો માટે છે. પાંચ એકર એટલે કે 2 હેક્ટર સુધીની ખેતીની જમીન હોવી જોઇએ.

તેમને યોજના અંતર્ગત ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક યોગદાન આપવાનો રહેશે, જે તેમની ઉંમર પર આધારિત છે.

જો 18 વર્ષની ઉંમરમાં જોડાઓ તો માસિક યોગદાન 55 રૂપિયા અથવા વાર્ષિક 660 રૂપિયા હશે. સાથે જ 40ની ઉંમરમાં જોડાઓ તો 200 રૂપિયા મહિના અથવા 2400 રૂપિયા વાર્ષિક યોગદાન કરવાનું રહેશે.

ખેડૂતો

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

પીએમ કિસાન પેન્શન સ્કીમનો લાભ લેવા માટે ખેડૂતોએ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.

રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, લેન્ડ રેકોર્ડની નકલ, 2 ફોટો અને બેન્ક પાસબુકની જરૂર પડશે.

રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફી નહી આપવી પડે. ખેડૂતોનો પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવવામાં આવશે.

પેન્શન માટે આ છે શરત

નેશનલ પેન્શન સ્કીમ, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) સ્કીમ તથા કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO)માં સામેલ લોકો તેને પાત્ર નહી હોય.

ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂરી થયા બાદ જ 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શન તરીકે મળશે. પોલીસી હોલ્ડર ખેડૂતના મોત બાદ તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે.

જો કોઇ ખેડૂત અધવચ્ચે સ્કીમ છોડવા માગે તો તેના રૂપિયા નહી ડૂબે. તેની સ્કીમ છોડવાના સમય સુધીના રૂપિયા જમા થયા હશે તેના પર બેન્કના સેવિંગ એકાઉન્ટ જેટલુ વ્યાજ મળશે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!