GSTV
Home » News » પાક વીમાની યોજનાથી વીમા કંપનીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ

પાક વીમાની યોજનાથી વીમા કંપનીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ

ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. આ કહેવત તો તમે સાંભળી હશે. પરંતુ ખેડૂતોને મળતા પાક વીમાની યોજનામાં આ કહેવત બરાબર બંધ બેસે છે. કેમ કે પાક વીમા કંપનીઓએ છેલ્લા 2 વર્ષમાં 3205 કરોડની કમાણી કરી છે. એટલે કે આ યોજના કંપનીઓના લાભ માટે છે કે ખેડૂતોના લાભ માટે છે એના પર સવાલો ઉઠ્યા છે.

વર્ષ 2016માં લાગુ કરાયેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખાનગી વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોના પાકનો વીમો ઉતારવામાં આવે છે. પરંતુ આ યોજનાને કારણે ખેડૂતોને માઠી દશાનો ભોગ બનવું પડે છે. જ્યારે કે પાક વીમા કંપનીઓને ઘી-કેળાં મળી રહ્યાં છે. ગત 2 વર્ષમાં જ પાક વીમા કંપનીઓએ ગુજરાતમાંથી 3205.29 કરોડનો ચોખ્ખો નફો પોતાના ગજવા ભેગો કર્યો છે. કારણ કે રાજ્યના ખેડૂતોએ. રાજ્ય સરકારે તેમજ કેન્દ્ર સરકારે ભરેલા પ્રિમિયમની રકમ 5573.72 કરોડની છે. જેની સામે વર્ષ 2016 અને 2017માં વીમા કંપનીઓએ ચૂકવેલી ક્લેઇમની રકમ રૂ. 2298.97 કરોડ છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગામોના ખેડૂતોને બેન્કે લોન ભરવા અંગેની નોટિસ ફટકારી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ હિમાંશુ ઠક્કરે 500થી વધુ ખેડૂતો વતી બેન્કને વળતી નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં કન્ઝ્યુમર ફોરમમાં તેમજ સુપ્રીમ કોર્ટમાં પણ પિટિશન કરવામાં આવશે.

વર્ષ 2016માં પાક વીમા ક્લેઈમની સ્થિતિ જોઇએ તો રવી અને ખરિફ સિઝનમાં કુલ મળીને રાજ્યના 19 લાખ 75 હજાર 139 ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જે અંતર્ગત ખેડૂતોએ કુલ મળીને રૂ. 249.38 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેની સામે રાજ્ય સરકારે કૂલ મળીને રૂ. 1123.41 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું તેમજ કેન્દ્ર સરકારે કૂલ મળીને રૂ. 987.89 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેનો કુલ સરવાળો રૂ. 2420.74 કરોડ થાય છે. જેની સામે પાક વીમા કંપનીઓએ 6 લાખ 78 હજાર 693 ખેડૂતોના જ વીમાનો ક્લેઈમ મંજૂર કરીને રૂ. 1261.29 કરોડ પાક વીમા પેટે ચૂકવ્યા હતા. જેથી કંપનીઓને રૂ. 1089.99 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.

વર્ષ 2017માં પાક વીમા ક્લેઈમની સ્થિતિ જોઇએ તો ખરીફ સિઝનમાં કુલ મળીને રાજ્યના 14 લાખ 85 હજાર 340 ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જે અંતર્ગત ખેડૂતોએ કુલ મળીને રૂ. 367.58 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેની સામે રાજ્ય સરકારે કૂલ મળીને રૂ. 1392.70 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું તેમજ કેન્દ્ર સરકારે કૂલ મળીને રૂ. 1392.70 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું. જેનો કુલ સરવાળો રૂ. 3152.98 કરોડ થાય છે. જેની સામે પાક વીમા કંપનીઓએ 4 લાખ 03 હજાર 572 ખેડૂતોનાજ વીમાનો ક્લેઈમ મંજૂર કરીને રૂ. 1037.68 કરોડ પાક વીમા પેટે ચૂકવ્યા હતા. જેથી કંપનીઓને રૂ. 2115.30 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. આ આંકડા સ્વયં સ્પષ્ટ છે કે પાક વીમાના નામે ખેડૂતોની સાથે કેવી છેતરપિંડી થઇ રહી છે.

Related posts

OMG : લગ્ન જે પંડિતે કરાવ્યા હતા, તેની સાથે જ ભાગી ગઈ દુલ્હન…

pratik shah

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!