GSTV

મહિલાઓને વિના વ્યાજે 5 લાખ રૂપિયાની લોન આપી રહી છે મોદી સરકાર? જાણો શું છે વાસ્તવિકતા

જો કોઈ તમને એવો મેસેજ મોકલે કે, કેન્દ્ર સરકાર મહિલાઓને પીએમ ધન લક્ષ્મી નામની યોજના ચલાવી રહી છે તો એલર્ટ થઈ જાવ. આવી કોઈ યોજનાઓ ચાલતી નથી. પીએમ ધન લક્ષ્મી યોજના નામથી કોઈ યોજના ચાલતી નથી.

વાસ્તવમાં ગત વર્ષે 2020 માર્ચમાં લૉકડાઉન લાગુ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ‘પીએમ ધન લક્ષ્મી’ નામની યોજના હેઠળ મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન મળી રહી છે. આ લોન પર શૂન્ય ટકા વ્યાજ (એટલે કોઈ વ્યાજ નહીં) લેવાશે. આ યોજના મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લોન્ચ કરવામા આવી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ તેનો લાભ ઉઠાવી શકે છે. આવો મેસેજ તમારી પાસે આવે તો એલર્ટ થઈ જજો કારણ કે આ ફેક ન્યૂઝ છે.

આ અંગે PIB Fact Check એ સ્પષ્ટતા કરી કે, વાઈરલ મેસેજમાં કરવામા આવતો દાવો ફેક છે. તેથી આવા ચક્કરમાં પડશો નહીં. કેન્દ્ર દ્વારા આવી કોઈ યોજના લોન્ચ કરવામા આવી નથી. આ મામલે મહિલાઓ સંબંધિત યોજનાઓની યાદી ચેક કરવામા આવી અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની વેબસાઈટ પર પણ તમામ યોજના ચેક કરવામા આવી. જ્યાં આ યોજનાનું નામ નથી.

લોકોના ખાતામાંથી પૈસા ખાલી કરવાનું ષડયંત્ર છે ફેક મેસેજ

આ યોજના અંગે વાઈરલ થઈ રહેલા ફેક મેસેજમાં PRADHAN MANTRI DHAN LAXMI YOJANA APPLICATION FORMની લિંક આપવામા આવે છે. આ લિંક પર ક્લિક કરવાની સાથે જ છેતરપિંડી આચરનારા આરોપીઓ જે-તે અરજદારના ખાતામાંથી તમામ પૈસા ખાલી કરી નાંખે છે. જે દર્શાવે છે કે, આ યોજના માત્ર ને માત્ર લોકોના ખાતા ખાલી કરવા માટે એક ષડયંત્રના નામે ફેલાવવામાં આવી છે અને વાઈરલ મેસેજ સંપૂર્ણપણે ફેક છે.

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!