GSTV
Gujarat Government Advertisement

PM Awas Yojana: પુરુષો કરતાં મહિલાઓને આવાસ યોજનામાં મળે છે વધુ ફાયદા! ફટાફટ આ રીતે કરી દો અપ્લાય

આવાસ

Last Updated on October 22, 2020 by Bansari

PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર હોમ લોનના વ્યાજ પર 2.67 લાખ રૂપિયાની સબસિડી પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત કરોડો લોકોએ પોતાના ઘરના સપનાને પૂરુ કર્યુ છે. મોદી સરકારનુ લક્ષ્ય છે કે આ યોજના અંતર્ગત વધુમાં વધુ લોકોને પોતાનુ ઘર મળી શકે.

આ યોજના અંતર્ગત પુરુષોની તુલનામાં મહિલાઓને અનેક ફાયદા મળે છે. સરકાર પુરષોની જેમ જ મહિલા અરજીકર્તાઓને પણ 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી ઓફર કરે છે. જો કે તેના માટે શરત એ છે કે મહિલા અરજીકર્તાનું આ પહેલુ ઘર હોવુ જોઇએ. એટલે કે ફક્ત પહેલુ મકાન ખરીદવા પર જ આ યોજનાનો લાભ મળી શકશે.

આ મહિલાઓને મળશે યોજનાનો લાભ

મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા સરકારે આ સ્કીમમાં વિધવા, એકલી મહિલા, એસસી-એસટી કેટેગરીની મહિલાઓને પણ સામેલ કરી છે. આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ, નોકરિયાત મહિલાઓને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ મહિલાઓને પ્રાથમિકતા અંતર્ગત સસ્તુ ઘર આપવામાં આવી રહ્યું છે.

જણાવી દઇએ કે જો કોઇ મહિલા ઘર ખરીદવા માટે બેન્કમાંથી હોમ લોન લે તો પુરુષોની સરખામણીએ સસ્તી લોન ઑફર કરવામાં આવે છે. તેવામાં તમે પીએમ આવાસ યોજના અંતર્ગત પરિવારની મહિલા સભ્યને રોકાણની પાર્ટનર બનાવી શકો છો.

આ રીતે કરો અરજી

1. સૌપ્રથમ પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in ઓપન કરવાની છે.

2. હોમ પેજ પર ‘Citizen Assessment’માં ‘Benefits under other 3 components’ પર ક્લિક કરો.

3. ‘Check Aadhaar/VID No. Existence’ ટાઇટલ સાથે પેજ ઓપન થશે, અહીં આધાર નંબર નાંખીને  ‘Check’ બટન દબાવો.

4. તે બાદ તમને એપ્લીકેશન ફોર્મ એટલે કે ઓનલાઇન ફોર્મ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે.

5. તમારી સામે જે ફોર્મ ખુલીને આવસે તેમાં માંગવામાં આવેલી જાણકારી સાવધાની સાથે ભરો. જેમ કે લાભાર્થીનું નામ, મોબાઇલ નંબર, તમામ વ્યક્તિગત જાણકારી, ઇનકમ સ્ટેટમેન્ટ, બેન્ક ખાતુ વગેરે.

6. હવે કેપ્ચા કોડ નાંખીને ‘Save’ પર ક્લિક કરો. ઇચ્છો તો ફોર્મની પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!