GSTV
Home » News » અરબાઝ નહિ પણ ‘દબંગ 3’ને ડિરેક્ટ કરશે પ્રભુ દેવા

અરબાઝ નહિ પણ ‘દબંગ 3’ને ડિરેક્ટ કરશે પ્રભુ દેવા

બોલિવુડના એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે સલમાન પણ ઇચ્છે છે કે ‘દબંગ’ સીરિઝની ફિલ્મનો ચાર્મ ઓડિયન્સમાં રહે તો માટે ફિલ્મનો આગામી પાર્ટને જલ્દી રિલીઝ કરવો જરૂરી છે. સલમાન ખાનની ઓછામાં ઓછી 4 ફિલ્મ્સ અત્યારે પાઇપલાઇનમાં છે. તે કારણથી સલમાનની ‘દબંગ 3’ હજુ સુધી ફ્લોર પર નથી ગઇ. સૂત્રોનુસાર ‘દબંગ 3’ ને ડાન્સ કોરિયોગ્રાફર પ્રભુદેવા ડિરેક્ટ કરશે.

સલમાન ખાનની ‘દબંગ’ સીરિઝની પહેલી ફિલ્મને અભિનવ કશ્યપે ડિરેક્ટ કરી હતી જ્યારે ‘દબંગ 2’ને સલમાનના ભાઇ અરબાઝે ડિરેક્ટ કરી હતી. જ્યારે આ સીરિઝની ત્રીજી ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરશે. આ પહેલા સલમાન અને પ્રભુદેવાએ ફિલ્મ ‘વૉન્ટેડ’માં એકસાથે કામ કર્યુ હતુ. આ બંને વચ્ચે સારો રેપો પણ છે.

હાલમાં સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે. ત્યારબાદ અબ્બાસ ઝફરની ‘ટાઇગર ઝિંદા હૈ’નું શૂટિંગ ફરી શરૂ કરશે. આ ફિલ્મના ત્રીજુ શિડ્યુલ તાજેતરમાં અબુ ધાબીમા પૂરૂ થયુ અને ટીમ રમઝાન પછી દુબઇમાં ફિલ્મનું શૂટિંગ પૂરુ કરશે. સલમાન-કેટરિના સ્ટારર ‘ટાઇગર ઝિંદા હૈ’ આ વર્ષે ક્રિસમસ વીકમાં રિલીઝ થશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

સાઉથની Top એક્ટ્રેસ ફસાઇ હિમાચલમાં અને ક્રૂ પાસે બચ્યું હતું માંડ 1 દિવસનું ભોજન, આમ બચ્યો જીવ

NIsha Patel

સારા અલી ખાને એરપોર્ટ પર કરી એવી હરકત… કે લોકો કરી રહ્યા છે તેની જ ચર્ચા

Arohi

સાહોમાં પ્રભાસ સાથે 3 મિનિટ નાચવાના અધધધ રૂપિયા લીધા જેક્લીને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!