GSTV
Home » News » ટીકીટ બચાવવા પ્રભાતસિંહની દોડ, દિલ્હી દરબારમાં લગાવી પુકાર

ટીકીટ બચાવવા પ્રભાતસિંહની દોડ, દિલ્હી દરબારમાં લગાવી પુકાર

આ વખતની લોકસભા ચૂંટણી દરેક પાર્ટી માટે કરો યા મરોની સ્થિતી છે. દરેક રાજકિય પક્ષો સત્તાધારી પક્ષને પાડી દેવા માટે જોર લગાવી રહ્યા છે. જો કે ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષમાં ટિકીટ મેળવવા માટે ઉમેદવારો લાઇન લગાવી રહ્યા છે. તો બીજી તરફ વર્તમાન સાંસદો પોતાની ટિકીટ ન કપાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા પંચમહાલનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હી ભણી દોટ મુકી છે. પોતાની ટિકીટ કપાવવાનો અંદેશો આવી જતા પ્રભાતસિંહે મોદી દરબારમાં ગુહાર લગાવી છે.

પંચમહાલ સાંસદ દિલ્હી પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે તેમની ટિકિટ કપાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે ત્યારે પ્રભાતસિંહએ દિલ્હીની વાટ પકડી છે. આ વખતે પંચમહાલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણને પક્ષ રીપિટ નહીં કરે તેવી અટકળો ચાલી રહી છે. મહત્વનુ છે કે પ્રભાતસિંહ પણ પોતે ઘણી વખત દાવો કરી ચૂક્યા છે કે તેમને જ ટિકિટ મેળવશે.

જો કે ગઇ કાલે ભાજપની પહેલી યાદીમાં યુપીની જે 28 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરાયા તેમાંથી મોટા ભાગનાં સાંસદો પોતાની ટિકીટ બચાવવામાં સફળ રહ્યા છે.

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!