GSTV
Home » News » 6000થી વધુ પ્રપોઝલ ઠુકરાવી ચુક્યો છે બાહુબલી ‘પ્રભાસ’, એક ફિલ્મની ફી જાણીને ચોંકી ઉઠશો

6000થી વધુ પ્રપોઝલ ઠુકરાવી ચુક્યો છે બાહુબલી ‘પ્રભાસ’, એક ફિલ્મની ફી જાણીને ચોંકી ઉઠશો

બાહુબલીના નામે જાણીતો એક્ટર પ્રભાસનો 23 ઓક્ટોબરે જન્મદિવસ છે. પ્રભાસ આ વખતે પોતાનો 39મો જન્મ દિવસ છે. પ્રભારનું પુરુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. જો કે તે પ્રભાસના નામે જ જાણીતો છે. બાહુબલી બાદ પ્રભાસ કોઇ અન્ય ફિલ્મમાં જોવા નથી મળ્યો. તે ટૂંક સમયમાં સાહોમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. પ્રભાસના જન્મ દિવસે ચાલો જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો.

પ્રભાસ એક સમયે એક જ ફિલ્મ કરવાનું પસંદ કરે છે અને તેની દરેક ફિલ્મનું શુટિંગ આશરે 600 દિવસ ચાલે છે. સૌથી ખાસ વાત એ છે કે 1500 કરોડની કમાણી કરનારી ફિલ્મ બાહુબલીનું શુટ 5 વર્ષ ચાલ્યુ હતું. આ ફિલ્મનું શુટિંગ દરમિયાન પ્રભાસને ઘણી ફિલ્મોની ઑફર મળી પરંતુ તેણે તમામ ફિલ્મો ઠુકરાવી દીધી.

પ્રભાસે તેલુગુ ફિલ્મ ઇશ્વરથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે બાદ તેણે રાઘવેન્દ્ર, વર્ષમ, યોગી, એક નિરંજન, રેબેલ, બાહુબલી-ધ બિગિનિંગ અને બાહુબલી-ધ કન્ક્લુઝન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. સાહો તેની પહેલી બોલીવુડ ફિલ્મ છે. પ્રભાસે સાહો સહિત અત્યાર સુધીમાં 19 ફિલ્મો કરી છે.

નિર્દેશક સંજય લીલા ભણસાલી બાહુબલીથી એટલા પ્રભાવિત થયા છે કે તેમણે પોતાની ફિલ્મ પદ્માવતમાં પ્રભાસને રાજા રતન સિંહનો રોલ ઑફર કર્યો હતો. પ્રભાસ તે સમયે બાહુબલી પાર્ટ 2નું શુટિંગ કરી રહ્યો હતો. તેથી તેણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

શું તમે જાણો છો કે બાહુબલી ફિલ્મમાં વ્યસ્ત હોવા છતાં પ્રભાસે ગત 5 વર્ષોમાં 6 હજારથી વધુ લગ્નન પ્રસ્તાવ ઠુકરાવી દીધાં છે. પ્રભાસ હિન્દી ફિલ્મોના ફેન છે અને તેણે આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ 20 વખત જોઇ છે.

બાહુબલી માટે પ્રભાસને 1.5 કરોડ રૂપિયાની કિંમતના જિમ ઇક્વિપમેન્ટ્સ ફિલ્મ નિર્માતા તરફથી ભેટ આપવામાં આવ્યાં હતા. તેઓ પ્રભાસને મનપસંદ રૂપમાં જોવા માંગતા હતા. જે અનુસાર તેમણે વજન વધારવાનું હતું પરંતુ તેણે મેદસ્વી પણ દેખાવાનું ન હતુ. પ્રભાસે બાહુબલી માટે 25 કરોડ રૂપિય ફી લીધી હતી. હવે પ્રભાસ એક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!