GSTV
Home » News » બાહુબલી-3ની રાહ જોઈ રહેલા લોકો માટે આવી ખુશ ખબર

બાહુબલી-3ની રાહ જોઈ રહેલા લોકો માટે આવી ખુશ ખબર

તે દિવસે મહિષ્મતી સામ્રાજ્યનાં ભાગ્યનું નિર્માણ થવાનું હતું. કોણ રાજા બનશે, કોણ પોતાનાં સમયનાં સૌથી શક્તિશાળી સામ્રાજ્યને સંભાળશે. તેનો નિર્ણય કરવાનો હતો. રાજા મહેલ સામે લોકો એકઠા થયા હતાં. ભીડની સામે અમરેન્દ્ર બાહુબલી હતા. શપથ પણ લઇ રહ્યા હતાં, પરંતુ રાજાની નહિં સેનાપતિની. રાજાની શપથ પહેલા જ લેવામાં આવી હતી. રાજા બનેલા ભલ્લાદેવ એટલે કે બાહુબલીનાં મોટા ભાઇ અને રાજમાતા શિવગામીનાં પુત્ર. જોકે લોકો એવું ઇચ્છતા હતાં કે રાજા અમરેન્દ્ર બાહુબલી બને, અન્ય તેમને સ્વીકાર્ય નહોતા. બિલકુલ નહિં. કોઇ પણ કિમતે નહિં. જો કે હવે રાજા ભલ્લાદેવ હતાં.કાયદેસર રીતે પણ. રાજમાતા શિવગામીએ આપેલા વચન પ્રમાણે પણ. રાજમહેલનાં આંગણામાં એક ઉંચા મંચ પર શપથ લેવામાં આવતી હતી. જો કે લોકોએ પોતાનો નાયક પહેલાથી જ પસંદ કર્યો હતો.

ત્યારે જ એક યોદ્ધો શપથ લેવા માટે મંચ પર આવે છે, અને બોલે છે-

અમરેન્દ્ર બાહુબલી એટલે કે હું મહિષ્મતીની અસંખ્ય પ્રજા અને તેનાં ધન, માન અને પ્રાણનાં રક્ષક અને મહારાજ ભલ્લાદેવની સર્વ સેનાનાં અધ્યક્ષ, સતત પોતાનાં કર્તવ્યોનું નિર્વહન કરતા. મારે જો પ્રાણ પણ છોડવા પડે તો હું સંકોચ નહિં કરૂં. રાજમાતા શિવગામીને સાક્ષી માનીને હું આ શપથ લઉ છું. ત્યારબાદ લોકોની ધરજનો અંત આવે છે. ટોળામાંથી એક નારો આવે છે, અમારે બાહુબલી જોઇએ.

હવે સમસ્યા આ લાઇનમાં જ છે કે અમારે જોઇએ. આ સમસ્યા માત્ર બાહુબલીને ચાહવા વાળાની નથી, સ્પાઇડર મેનને ચાહવા વાળાની પણ છે.આયરન મેનને ચાહનારા લોકોની પણ છે. આ સમસ્યા ચિરકાલિક છે. બસ સમય બદલાઇ જાય છે. વસ્તુ બદલાઇ જાય છે. પરંતુ ઇચ્છા નથઈ બદલતી. હંમેશા અને વધારે ચાહવાની ઇચ્છા.

ઇતિહાસનાં પાના પર જ્યારે પ્રથમ માનવની પ્રથમ શ્વાસે જન્મ લીધો હતો. તે પહેલા જ એક ચીન જન્મ લઇ ચુકી હતી. તે ચીજ હતી ઇચ્છા.પહેલી શ્વાસ લેવાની ઇચ્છા. આમ કરીને માણસની ઇચ્છા. સ્વયં માણસ કરતા પણ બુઝુર્ગ છે. બસ આ જ દર્શનશાસ્ત્ર આ ફિલ્મને ચાહવા વાળા લોકોની ઇચ્છા માટે કામ કરે છે.

બાહુબલી-1 આવ્યા બાદ પુરો દેશ માત્ર એક સવાલ પાછળ પાગલ હતો, બાહુબલીને કટપ્પાએ કેમ માર્યો? તેથી બાહુબલી-2 પણ આવી ગઇ. આ સવાલનો જવાબ પણ આવી ગયો કે કટપ્પાને બાહુબલીને કેમ માર્યો,. જો કે અત્યાર સુધી લોકોને બાહુબલીનાં પ્રભાસને જોવાની આદત થઇ ગઇ હતી. હવે લોકોને બાહુબલીનો ત્રીજો પાર્ટ પણ જોઇએ. ફૈન્સની સમસ્યા પણ આ જ છે. તેમની પોતાનાં પસંદગીનાં હિરોને વધારે જોવાની ઇચ્છા ક્યારેય ખત્મ થતી નથી.

બાહુબલી-3 ફિલ્મ આવશે કે નહિં? આ સવાલ એટલો જ જુનો પુરાણો છે. જેટલી જુની બાહુબલી-2ની રિલીઝ ડેટ છે. મતલબ જે દિવસે ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થયો. તે દિવસથી ફિલ્મનાં ત્રીજા ભાગનો ઇન્તેજાર પણ શરૂ થઇ ગયો છે. બસ આ ઇન્તેજાર કરવા વાળા લોકો માટે સારા સમાચાર છે. પત્રકાર રાજીવ મસંદ સાથેનાં એક ઇન્ટરવ્યૂમાં પ્રભાસે ફિલ્મ બાહુબલી મામલે કાંઇક એવો જવાબ આપ્યો છે, બાહુબલી-3 ફિલ્મ આવવાનાં અનુમાન લગાવાય રહ્યા છે.

READ ALSO

Related posts

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah

રોજનાં 100 રૂપિયા લગાવીને મેળવી શકો છો 20 લાખ, બહુજ લાભદાયક છે આ પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!