GSTV
Home » News » અક્ષય કુમાર-જોન અબ્રાહમથી કેમ ડરી ગયો પ્રભાસ, સાહોની રિલીઝ ડેટ કેન્સલ?

અક્ષય કુમાર-જોન અબ્રાહમથી કેમ ડરી ગયો પ્રભાસ, સાહોની રિલીઝ ડેટ કેન્સલ?

આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે બોક્સઓફિસ પર 3 મોટી ફિલ્મોનો ફ્લેશ જોવા મળશે. તેમાં અક્ષય કુમારની મિશન મંગલ, જોન અબ્રાહમની બાટલા હાઉસ અને પ્રભાસની એક્શન થ્રિલર સાહો છે. ખબર છે કે આ ફલેશના નુકસાનથી બચવા માટે સાહોના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટોપોન કરવાનું નક્કી કર્યું છે.

સાહોને 15 ઓગસ્ટ સિવાય 30 ઓગસ્ટના દિવસે રિલીઝ કરવાની પ્લાનિંગ છે. સાહોને 30 ઓગસ્ટના દિવસે રિલીઝ થવા પાછળનું કારણ ખાલી અક્ષય-જોનની ફિલ્મ જ નહીં, આ દિવસે બીજી પણ બે તેલુગુ મૂવી રિલીઝ થશે. જેમાં રાણારંગમ અને એવારુ સામેલ છે.

આ દિવસે નેટફ્લિક્સ પર સેક્રેડ ગેમ્સની બીજી સીઝન પર આવશે. હિન્દી પછી તેલુગુ સિનેમામાં પણ ફ્લેશ થવાથી સાહોને નુકસાન થશે. એટલે મેકર્સે સેફ સાઈડ કરી છે. જોકે સાહોની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવાની ઓફિશિયલ જાણકારી સામે નથી આવી.

એક રિપોર્ટમાં સાહોની રિલીઝમાં ફેરફાર થયો તે વાતને ખોટી ઠેરવી છે. નજીકના સૂત્રો અનુસાર, ‘મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ મુજબ સાહો નક્કી કરેલી ડેટ પર જ રિલીઝ થશે.

સાહોની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર થયો નથી.’ ફિલ્મ સાહો હિન્દી, તમિલ, અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. સાહોને વર્ષની મોટી ફિલ્મ કહેવામાં આવે છે. તેમાં એક્શન, થ્રિલર અને સસ્પેન્સનો પૂરો ડોઝ છે. મલ્ટી સ્ટારર મૂવીને લઈ દર્શકોમાં ઘણો ક્રેઝ છે. જ્યારે દર્શકોને અક્ષય કુમાર-જોન અબ્રાહમની ફિલ્મમાં પણ રસ છે.

Read Also

Related posts

ફિલ્મ બદલાપુરને પૂર્ણ થયા 5 વર્ષ, ભાવુક થઈ રાધિકા આપ્ટે

pratik shah

‘નાની બાળકીને પ્રેગનેન્ટ બનાવી, છોકરીઓ પાસેથી…’ એક્સ બૉયફ્રેન્ડ પર ભડકેલી આ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો

Bansari

આ હોટ એક્ટ્રેસ સાથે મોડી રાત્રે ટેક્સી ડ્રાઈવરે કરી આવી હરકત, રસ્તાની વચ્ચે ગાડી ઉભી રાખી અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!