GSTV

બોલીવુડ/ પ્રભાસની ‘રાધે શ્યામ’ની રિલિઝ ડેટ આવી સામે, આ દિવસે ધમાલ મચાવશે ‘બાહુબલી’

પ્રભાસ

Last Updated on July 30, 2021 by Bansari

‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ સ્ટારર પીરિયડ રોમેન્ટિક ડ્રામા ‘રાધે શ્યામ’ ની લોકો લાંબા સમયથીરાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર અને પોસ્ટરો લોકોની ઉત્સુકતા વધારી રહ્યા છે. આ દરમિયાન હવે પ્રભાસે આ ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરીને પોતાના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે.

corona

આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

પ્રભાસે સોશિયલ મીડિયા પર કહ્યું કે ‘રાધે શ્યામ’ આવતા વર્ષે 14 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. શુક્રવારે સવારે પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં એક્ટરનો ક્લાસિક બ્લેક સૂટ લુકમાં જોવા મળી રહ્યો છે અને એક હાથમાં બ્રીફકેસ પકડતો જોવા મળે છે.

કેપ્શનમાં લખેલી આ વાત

કેપ્શનમાં, તેણે લખ્યું કે, ‘મારી રોમેન્ટિક ગાથા, હેશટેગ રાધેશ્યામ તમે બધા જુઓ તે માટે હું રાહ નથી જોઇ શકતો. જેની બિલકુલ નવી તારીખ 14 જાન્યુઆરી, 2022 છે, જે જવિશ્વભરમાં રિલીઝ થશે!’

પ્રભાસ

પૂજા હેગડે આપશે પ્રભાસનો સાથ

‘રાધે શ્યામ’ લગભગ એક દાયકાના ગાળા બાદ પ્રભાસની રોમેન્ટિક શૈલીમાં વાપસીનું પ્રતીક છે. તેમાં અભિનેત્રી પૂજા હેગડે પણ છે. બહુભાષી ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને ગુલાશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.

Read Also

Related posts

IND vs PAK: પાકિસ્તાનીઓને છક્કા મારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ વીડિયો

Vishvesh Dave

અઝબ ગઝબ / લગ્નમાં ભાડેથી બોલાવવામાં આવે છે મહેમાન, આ દેશમાં એક અનોખો ટ્રેન્ડ

Vishvesh Dave

શું તમે તેલના વધેલા ભાવથી પરેશાન છો? આ ક્રેડિટ કાર્ડથી ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ-ડીઝલ, ફટાફટ કરો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!