GSTV
Home » News » બ્લૉકબસ્ટર હશે પ્રભાસની સાહો, શું કારગર નિવડશે બાહુબલી-2નો ટુચકો?

બ્લૉકબસ્ટર હશે પ્રભાસની સાહો, શું કારગર નિવડશે બાહુબલી-2નો ટુચકો?

બાહુબલિ ફેમ ફિલ્મ અભિનેતા પ્રભાસ અને બોલિવૂડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સાહોની રિલિઝ ડેટ વિશે નવી વાત જાણવા મળી હતી. સાહોના સર્જકો એમ માને છે કે બાહુબલિ અને બાહુબલિ ટુ રજૂ થઇ એ તારીખ પંચાંગકર્તાઓના અભિપ્રાય મુજબ રાખવાથી ફિલ્મને પ્રચંડ સફળતા મળી હતી એટલે એ તારીખ શુકનિયાળ છે.

બાહુબલિ ટુ 2017ના એપ્રિલની 28મીએ રજૂ થઇ હતી. એટલે હવે બાહુબલિ ટુના સર્જકોએ પોતાની આ લેટેસ્ટ ફિલ્મ સાહો ૨૦૧૯ના એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો એવી માહિતી તેમની નિકટનાં સૂત્રોએ આપી હતી.

આવું જો કે બોલિવૂડમાં પણ થતું રહ્યું છે. સલમાન ખાન પોતાની ફિલ્મો ઇદ પર રજૂ કરવાનો આગ્રહ સેવતો હોય છે તો આમિર ખાન ક્રિસમસને શુભ માને છે. અક્ષય કુમાર પ્રજાસત્તાક દિન કે સ્વતંત્રતા દિવસને શુભ માનીને એ દિવસે પોતાની ફિલ્મ રજૂ કરે છે.

અહીં એક ફરક પણ નોંધવો જોઇએ. બાહુબલિના મુખ્ય વિતરક કરણ જોહર હતા જ્યારે સાહોના મુખ્ય વિતરક ટી સિરિઝ હશે. સાહોના સર્જકોએ દેશભરના વિતરકો સાથે ચર્ચા કરીને રિલિઝ ડેટ નક્કી કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Related posts

તારક મેહતા.. ને વધુ એક ઝટકો, આ એક એક્ટ્રેસે પણ ઓછી ફી મળવાના કારણે છોડ્યો શો

NIsha Patel

પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને હત્યાના પ્રયાસમાં નરાધમને ટળી ફાંસી, મળી આજીવન કેદ

Mayur

મોદી સરકારની આ યોજનાનો ઊંઝામાં વિરોધ, એશિયાના સૌથી મોટા માર્કેટમાં વેપાર-ધંધા રહેશે બંધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!