અનુષ્કા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે પ્રભાસ? કરણ જોહરના શૉમાં ‘બાહુબલી’એ કર્યો મોટો ખુલાસો

કૉફી વિથ કરણના અપકમિંગ એપિસોડમાં બાહુબલીની ટીમ નજરે પડશે. કરણ જોહરના શૉમાં પ્રભાસ, રાણા દિગ્ગુબટી અને એસ એસ રાજમૌલી ધારદાર સવાલોનો જવાબ આપશે. સ્ટાર વર્લ્ડ પર શૉના બે પ્રોમો રિલિઝ કરવામાં આવ્યાં છે. જેમાં બાહુબલી સ્ટાર પ્રભાસ પોતાના અંગત જીવન સાથએ સંબંધિત સવાલોના જવાબ કોઇપણ ખચકાટ વિના આપી રહ્યાં છે.

પ્રભાસને અનુષ્કા શેટ્ટી સાથેને સંબંધો પર પણ સવાલ પૂછવામાં આવ્યાં. પ્રભાસે આ સવાલોના પણ જવાબ આપ્યા. રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહરે પ્રભાસ અને રાણાને પૂછ્યું કે શુ તમે સિંગલ છો? બેંનેએ જવાબ ‘હા’ આપ્યો. આગામી સવાલમાં જ્યારે કરણે પૂછ્યું કે શું તમે કાઉચ પર બેસીને ખોટુ બોલ્યા છો? તો પ્રભાસે તરત જ કહ્યુ, ‘હા’.

પ્રભાસના રિલેશનશીપ સ્ટેટસ પર ગોળગોળ જવાબ આપીને એક્ટરે ફેન્સને ફરીથી અસમંજસમાં મુકી દીધાં છે. જણાવી દઇએ કે ફિલ્મ બાહુબલીમાં સાથે આવ્યાં બાદથી પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના રિલેશનશીપની ચર્ચા છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. અવારનવાર તેમના લગ્નની ચર્ચા પણ ગોસિપ ગલીમાં થતી રહે છે. જો કે તેમણે તો તેમના સંબંધોને માત્ર મિત્રતાનું નામ આપ્યું છે.

બીજા વીડિયોમાં કરણ જોહરે પૂછ્યું કે, પ્રભાસ શું તમે કોઇને ડેટ કરી રહ્યાં છો? અનુષ્કાને ડેટ કરવાની ખબરો સાચી છે કે નહી? જવાબમાં બાહુબલી એક્ટરે ડેટિંગને નકારી કાઢી. ફેન્સ આ એપિસોડની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ પહેલીવાર બનશે કે કોઇ સાઉથની ફિલ્મોના એક્ટર્સ કરણ જોહરના ચેટ શૉમાં હાજર રહેશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter