GSTV

Highest Paid Actor : સૌથી વધારે ફી લેનારો ભારતીય એક્ટર બન્યો પ્રભાસ, એક ફિલ્મમાં કામ કરવા માટે લે છે આટલા કરોડ રૂપિયા

Last Updated on November 24, 2021 by Pravin Makwana

સુપર સ્ટાર પ્રભાસે પોતાના ટેલેન્ટ અને જબરદસ્ત એક્ટીંગથી દર્શકોના દિલમાં હંમેશા રાજ કર્યુ છે. સાઉથ ઈંડિયન સ્ટાર હોવા છતાં પણ હિન્દી સિનેમા, એટલુ જ નહીં હોલિવૂડમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. ઓવરઓલ પ્રભાસ ભારતના મોટા સ્ટાર્સમાનો એક છે. ત્યારે હવે પ્રભાસને લઈને મોટી ખબર આવી રહી છે કે, તે ઈંડિયાનો સૌથી વધારે ફી લેનારો એક્ટર બન્યો છે.

પ્રભાસ પાસે કેટલીય ફિલ્મો છે. જે રિલીઝ થવા માટે તૈયાર છે. જેમાં રાધે શ્યામ, સલાર, આદિપુરૂષ, પ્રોજેક્ટ કે અને સ્પ્રિટ શામેલ છે. પ્રભાસથી અડધાથી વધારે ફિલ્મો તો ભૂષણ કુમારને પ્રોડ્યૂસ કરી રહી છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભૂષણ કુમાર બોલિવૂડના મોટા પ્રોડ્યૂસર્સમાના એક છે. તે હવે મોટી પૈન ઈંડિયા ફિલ્મો બનાવાના છે અને તેના માટે પ્રભાસ સાથે કોર્ડિનેટ કરી રહયા છે. પ્રભાસના હોવાથી તેમને વિશ્વાસ છે કે, ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને તેના માટે તે પ્રભાસને વધારેમાં વધારે ફી આપવામાં જરાં પણ અચકાતા નથી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રાધે શ્યામ, આદિપુરુષ અને સ્પ્રિટ જેવી ફિલ્મોને લઈને પ્રભાસ સાથે લઈને એક અલગ લેવલ પર જવા માગે છે. જો કે, પ્રભાસની સાથે કામ કરવું એટલુ સરળ નથી. તેની પાસે કેટલાય પ્રોજેક્ટ હોય છે. એક રિપોર્ટ અનુસાર સંદીપ રેડ્ડી વંગાની ફિલ્મ માટે પ્રભાસે 150 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે અને આ સાથે જ તે ભારતનો સૌથી વધારે કમાણી કરતો એક્ટરમાનો એક છે. પ્રભાસે આદિપુરૂષ માટે 150 કરોડ મળ્યા છે.

હવે 10 વર્ષમાં પ્રભાસ ત્રીજો મોટો એક્ટર છે, જે 100 કરોડથી વધારેની કમાણી કરી રહ્યો છે. આ અગાઉ સલમાનને સુલ્તાન અને ટાઈગર જિંદા હૈં માટે 100 કરોડ મળ્યા હતા. તો વળી અક્ષય કુમારને બેલ બોટમ માટે 100 કરોડ મળ્યા હતા.

READ ALSO

Related posts

કોર્પોરેશન સંચાલિત 283 ગાર્ડન,બગીચાઓની યોગ્ય જાણવણી કરવાની તાકીદ કરાઈ!

pratik shah

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Zainul Ansari

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!