GSTV
Home » News » ‘સાહો’માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ

‘સાહો’માં બાહુબલી કરતાં પણ વધુ ખતરનાક સ્ટંટ કરશે પ્રભાસ

ફિલ્મ ‘બાહુબલી’ની સફળતા બાદ દર્શક પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની રિલીઝ અંગે એકટરને વધારે કોઈ ઉતાવળ નથી. પ્રભાસે જયારે ‘સાહો’ સાઈન કરી હતી ત્યારથી તે જાણતો હતો કે આને પૂરી થવામાં ઘણો સમય લાગશે.

‘સાહો’ સપ્ટેમ્બર ૨૦૧૭માં ફલોર પર ગઈ હતી જે આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, ‘પહેલા ટીમે અબુધાબીમાં શૂટ કર્યું જયાં કાર્સ, ટ્રકસ, બાઈકસ અને હેલિકોપ્ટર્સ સાથે ઘણા એકશન સિકવન્સ ફિલ્માવવામાં આવ્યા. હવે પ્રભાસ અને શ્રદ્ઘાની સાથે એક મોટું ત્રીજું શેડ્યૂલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. છેલ્લા તબક્કા માટે ટીમ અનોખું લોકેશન શોધી રહી હતી અને તેની આ શોધ રોમાનિયામાં પૂરી થઈ છે.’

સૂત્રો અનુસાર, ‘ફિલ્મમાં પ્રભાસના સ્ટન્ટ બાહુબલી ફ્રેન્ચાઈઝથી પણ વધુ ખતરનાક હશે. આશા રાખવામાં આવી રહી છે કે, રોમાનિયાવાળું શેડ્યૂલ એક મહિનામાં પૂરું થઈ જશે અને નવા વર્ષના સેલિબ્રેશન માટે ફિલ્મ તૈયાર થઈ જશે.’

‘સાહો’ટોલિવૂડની સૌથી મોટી ફિલ્મો પૈકીની એક બની ગઈ છે. સુજીત નિર્દેશિત આ ફિલ્મમાં શ્રદ્ઘા કપૂરનો મહત્વનો રોલ હશે. આ ઉપરાંત ફિલ્મમાં જેકી શ્રોફ, મંદિરા બેદી પણ ખાસ રોલમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે રિલિઝ પહેલાં જ સાહો ટોલિવુડની સૌથી મોટી ફિલ્મોમાંથી એક બની ગઇ છે. ડાયરેક્ટર સુજીતની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભુમિકામાં છે.

 

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!