GSTV
Finance Trending

PPF કે સુકન્યા સમૃદ્ધિ યોજના, શેમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક? આંકડાથી સમજો

PPF Vs SSY: શું તમે બાળકોના ફ્યૂચર માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? તો આ ખબર તમારા કામની છે. જી હાં, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) બંન્નેમાં જ રોકાણ કરવા પર તમારા પૈસા સુરક્ષિત રહે છે અને સારૂ રિટર્ન પણ મળે છે. પણ ઘણા લોકો એવું વિચારીને કન્ફ્યૂજ રહે છે કે કઈ સ્કિમમાં રોકાણ કરવામાં આવે, ક્યાં વધારે રિટર્ન મળશે? સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) કેન્દ્ર સરકારની લોકપ્રિય સ્કીમ છે. તેમાં તમે દીકરીના નામે જ રોકાણ કરી શકો છો. પણ પીપીએફમાં તમે કોઈના નામ પર પણ રોકાણ કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર હાલનો વ્યાજ દર 7.1 ટકા છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના (ssy) પર 7.6 ટકાનું વ્યાજ મળે છે. આ હિસાબે તમે કહેશો કે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં ઈન્વેસ્ટ વધારે સારૂ રહેશે. પણ જાણકારોની સલાહ રહે છે કે તમારે બંન્ને સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. પીપીએફમાં ઓછું વ્યાજ મળવા છતા પણ પોતાની કમાણીનો એક ભાગ પીપીએફમાં પણ રોકાણ કરતા રહો.

પીપીએફમાં 15 વર્ષનું લૉકઈન પીરિયડ હોય છે. તેને તમે 15 વર્ષ બાદ 5-5 વર્ષ માટે આગળ પણ વધારી શકો છો. બંન્ને જ સ્કીમમાં રોકાણ કરવા પર તમને આવકવેરાની કલમ 80સી અંતર્ગત દોઢ લાખ સુધીના રોકાણ પર છૂટ મળે છે. પીપીએફ ખાતામા તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધારેમા વધારે 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં રોકાણની ન્યૂનતમ રકમ 250 રૂપિયા છે. આ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા જમા કરી શકો છો. દીકરીના અભ્યાસ / લગ્નના ઉદ્દેશ્યથી આ યોજનાને શરૂ કરવામાં આવી છે. આ કારણે તેમાં પીપીએફના મુકાબલે વધારે દર રાખવામાં આવ્યા છે. તેમાં પણ દીકરીના 15 વર્ષની ઉંમર થવા સુધી રોકાણ કરી શકાય છે. 16થી 21 વર્ષની વચ્ચે કોઈ ધનરકમ જમા કરવાની અનુમતિ નથી. પણ જમા રકમ પર ખાતાધારકને વ્યાજ મળતુ રહે છે.

જો તમે દર વર્ષે PPF એકાઉન્ટમાં 1.50 લાખ રૂપિયા જમા કરો છો તો હાલનું વ્યાજ દર (7.1 ટકા) ના હિસાબેથી 15 વર્ષની મેચ્યોરિટી પર તમને 40.68 લાખ રૂપિયા મળશે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં દર વર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરવા પર 21 વર્ષની મેચ્યોરિટી પર તમને 63.65 હજાર રૂપિયા મળે છે. આ ખાતાને દીકરીની ઉંમર 10 વર્ષ થવા સુધી જ ખોલાવી શકાય છે.

READ ALSO

Related posts

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ

HARSHAD PATEL

મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!

Kaushal Pancholi

ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો

Drashti Joshi
GSTV