GSTV

કોરોનાકાળમાં PPF ધારકોને મોટો ઝટકો, 46 વર્ષમાં પ્રથમ વખત આટલા ટકા ઓછો થશે વ્યાજદર

નાની બચત યોજનાઓના રોકાણકારોએ એ પ્રકારની સ્થિતિ માટે તૈયાર રહેવુ જોઈએ જે છેલ્લા 46 વર્ષથી ઉત્પન્ન થઈ નથી. કારણ કે, PPF રેટ 7 ટકાથી પણ નીચેના દર પર જઈ શકે છે. બોન્ડ પ્રતિફળમાં સતત ઘટાડાનો મતલબ છે કે, નાની બચત યોજનાઓના દરમાં કપાત કરી શકાય છે. આગામી અઠવાડિયે આ યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા થવાની છે. જો વ્યાજ દરમાં કપાત થાય છે તો, વર્ષ 1947 બાદ આ પ્રથમ વખત હશે જ્યારે PPFના દર 7 ટકાથી નીચે જશે. નાની બચત યોજનાઓના વ્યાજ દર સરકારી બોન્ડના પ્રતિફલ સાથે જોડવામાં આવ્યા છે.

દર ત્રિમાસિક સમયમાં બદલે છે દર

PPF રેટને 10 વર્ષની પરિપક્વતાના સમયગાળાના સરકારી બોન્ડ પ્રતિફળ સાથે જોડવામાં આવ્યો છે. તેના દર દરરોજ નથી બદલતા, પરંતુ દર ત્રિમાસિકની શરૂઆતમાં તેની જાહેરાત કરવામાં આવે છે. છેલ્લા ત્રિમાસિક સમયગાળામાં સરેરાશ બોન્ડ પ્રતિફળના આધાર પર આ દર નક્કી કરવામાં આવે છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક માટે માર્ચના અંત સુધીમાં તેના દર નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે 10 વર્ષની પરિપક્વતા સમયગાળાવાળા બોન્ડના સરેરાશ પ્રતિફળ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં 6.42 ટકા છે.

એપ્રિલમાં થયો હતો ભારે કપાત

એસએસસી પર વ્યાજ દર 7.9 ટકાથી ઘટીને 6.8 ટકા કરી દેવામાં આવ્યો હતો. જ્યારે કે, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પર તેને 8.4 ટકાથી ઘટાડીને 7.6 ટકા કરી દેવામાં આવ્યો છે. જેથી તેની પરિપક્વતાના સમયગાળાને 11 મહિના વધારી 124 મહિના થઈ ગઈ છે. 1 એપ્રિલથી અત્યારસુધી 10 વર્ષની પરિપક્વતાવાળા સમયગાળાના બોન્ડ પર સરેરાશ પ્રતિફળ 3.07 ટકા રહ્યો છે અને હવે તે 5.85 ટકા છે. તેનાથી સ્પષ્ય થાય છે કે, નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ કપાત થઈ શકે છે. વ્યાજદરમાં કપાત પહેલા રોકાણકારો ઉંચા વ્યાજદરનો ફાયદો ઉઠાવી શકે છે.

આ પર અનુબંધિત દર મળતો રહેશે

વ્યજદરમાં કપાત પહેલા ખરીદવામાં આવેલ એનએસસી અને કેવીપી પર પરિપક્વતા સુધી અનુબંધિત દર મળતો રહેશે. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં પણ તે જ દર કાયમ રહેશે, પરંતુ PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓના દર પ્રભાવિત થશે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે એક યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો, અન્ય રાજ્યમાંથી આવતા લોકો હથિયારો લાવતા હોવાની આશંકા

Nilesh Jethva

ટી20માં ભારતનો ધમાકેદાર દેખાવ, ઓસ્ટ્રેલિયાને 11 રનથી હરાવ્યું

Pravin Makwana

ગરીબોના ઝૂંપડાઓ તોડતી મનપા ગેરકાયદે બાંધકામ ધરાવતી હોસ્પિટલ સામે કેમ પગલાં નથી ભરતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!