GSTV

PPFમાં પૈસા લગાવનારા આ નિયમ દ્વારા મેળવી શકે છે દર વર્ષે નફો,કેવી રીતે જાણો અહીં

જો તમે પણ પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં પૈસા લગાવો છો તો તેની સાથે જોડાયેલાં અમુક નિયમોનો ફાયદો ઉઠાવીને તમે પણ મોટી બચત કરી શકો છો. PPF એક લાંબા સમય માટે રોકાણનો વિકલ્પ છે. પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટી સમયગાળો 15 વર્ષ માટે હોય છે. ત્યારબાદ તમે તેને 5-5 વર્ષનાં સમય માટે વધારી શકો છો. 15 વર્ષ બાદ પીપીએફ ખાતાની અવધિ વધારવા માટે તમારે મેચ્યોરિટીનાં એક વર્ષ પહેલાં ફોર્મ ભરવાનું રહેશે.

15 વર્ષ બાદ ખાતાની મેચ્યોરિટી બાદ તમારે નવું પીપીએફ ખાતું ખોલવાની જરૂર પડશે નહી. સમય વધવાની સાથે જ તમને વધારાની લિક્વિડિટી પણ મળશે. જે તમને કોઈ પણ ફ્રેશ પીપીએફ ખાતા પર મળે છે. તેની ઉપર પણ તમારે ટેક્સ ફ્રી રોકાણનો વિકલ્પની સાથે સાથે લાઈફટાઈમ સુધી પર્યાપ્ત લિક્વિડિટીનો વિક્લપ મળશે. તમને ટેક્સ છૂટની સુવિધા ઈનકમ ટેક્સના સેક્શન 80સી હેઠળ મળશે.

શું છે PPF મેચ્યોરિટીની અવધિ વધવાનો નિયમ?

  • તમે પીપીએફનો સમયગાળો 15 વર્ષ પૂર્ણ થયા પછી પણ વધારી શકો છો. સમયગાળો વધવાની સાથે જ આ ખાતામાં યોગદાન કરવાનો નિયમ પણ એજ રહેશે જે તમને પાછલાં 15 વર્ષ દરમ્યાન મળ્યા હતા.  જો કે, તમારે સમયગાળો વધવાની સાથે એક વસ્તુની વિશેષ કાળજી લેવી પડશે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ એક વર્ષ માટે પીપીએફ ખાતામાં ફાળો નહી આપો, તો વધારવામાં આવેલી અવધિ માટે તમને આગળ યોગદાન કરવાની કોઈ તક મળશે નહી.
  • 15 વર્ષની મેચ્યોરિટી અવધિ વધારવાના વિકલ્પ વિશે તમારે મેચ્યોરિટી ખત્મ થવાનાં એક વર્ષ પહેલાં જ પસંદ કરવાની રહેશે. જો તમે એવું કરવાથી ચૂકી જાવ છો તો પછી આ અવધિ આગામી પાંચ વર્ષ માટે વધારી દેવામાં આવશે. પરંતુ આ દરમ્યાન આ PPF ખાતામાં તમે કોઈ યોગદાન કરી શકશો નહી.
  • લિક્વિડિટીની વાત કરવામાં આવે તો, ફ્રેશ સબ્સક્રિપ્શનની સાથે ખાતાને ચાલું રાખવા પર રોકાણકારોને દર મહિનની શરૂઆત સુધી ખાતામાં જમા કુલ રકમનો 60 ટકા હિસ્સો ઉપાડી શકે છે. પરંતુ રોકાણકારોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એક વર્ષમાં તે ફક્ત એક જ વાર ઉપાડી શકે છે.
  • જો તમે આ ખાતાનો સમયગાળો વધારશો, પરંતુ આમાં વધુ રોકાણ નહીં કરો તો તમને પણ આ સુવિધા મળશે. આવી સ્થિતિમાં, તમારા એકાઉન્ટ પર કોઈ ઉપાડની મર્યાદા નથી. જો કે, તમે વર્ષમાં ફક્ત એક જ વાર પાછા ખેંચી શકો છો.

READ ALSO

Related posts

કંગના રનૌતનાં નિવેદનથી નારાજ થયો મિકા સિંહ કહ્યું – તમને શરમ આવવી જોઈએ

Pravin Makwana

પાર્થિવે કહ્યું 15 વર્ષ બાદ સ્ટિવ વો સામે સ્લેજિંગનો બદલો લીધો હતો, કપિલ શર્માના શોમાં આખી ઘટના કહી

Pravin Makwana

સાઉથ આફ્રિકન ખેલાડીને કોરોના, અજીબ કારણોસર ઇંગ્લેન્ડ સામેની વન-ડે મોકૂફ રખાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!