GSTV
Home » News » નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓનો થશે મરો, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય

નાની બચત યોજનામાં રોકાણ કરનારાઓનો થશે મરો, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય

આપનું પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, એનએસસી, એફડી કે આરડી એકાઉન્ટ છે તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. આબીઆઈએ એક સલાહ આપી છે કે નાની બચત યોજનાના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તો બેન્કોના વ્યાજદરમાં ઘટાડો કરવાનો રસ્તો નીકળી શકે છે. નાની બચત યોજનાના વ્યાજદરો નાણા મંત્રાલય નક્કી કરે છે. જૂન 2019માં નાની બચત યોજનામાં વ્યાજના દરમાં 0.10 ટકાનો ઘટાડો કરી દેવાયો છે.

હાલમાં નાની બચત યોજનાનો આ છે રેટ

  • 1 પબ્લીક પ્રોવિડેન્ટ ફંડ – 7.90 ટકા
  • 2 સુકન્યા સમૃદ્ધિ યોજના -8.40 ટકા
  • 3 વરિષ્ઠ નાગરિક બચત યોજના – 8.60 ટકા
  • 4 રાષ્ટ્રીય બચત પત્ર – 7.90 ટકા
  • 5 કિસાન વિકાસ પત્ર -7.60 ટકા
  • 6 પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ 5 વર્ષ – 7.70 ટકા

નાની બચત યોજનામાં દર 3 મહિને લાગુ કરાય છે વ્યાજદર

આરબીઆઈએ બેન્કોમાંથી સસ્તા દરે ધિરાણ મળે અને બેન્કોની હાલમાં સુધારો થાય તે માટે એપીસીની ગત સપ્તાહે મળેલી બેઠકમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કરવાની ભલામણ કરી હતી. નાની બચત યોજનામાં દર 3 મહિને નવા વ્યાજદર લાગુ કરાય છે. જોકે, જુલાઈ બાદ આ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Related posts

ભાગ્ય દર્પણ: આવી હસ્ત રેખા ધરાવતા લોકોને ક્યારેય નથી નડતી આર્થિક સમસ્યાઓ

Bansari

ધર્મલોક : જો આ વસ્તુ હશે ઘરમાં તો આવશે સમૃદ્ધી, લક્ષ્મીને કરશે આકર્ષિત

Mayur

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!