GSTV

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

ppf

નાણા મંત્રાલય 30 સપ્ટેમ્બર 2020એ નાની બચત યોજના (Small Saving schemes)ના વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવામાં આવી શકે છે. ખબરોમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઇએ તાજેતરમાં જ જે રીતે વ્યાજ દરો ઘટાડ્યા છે, ત્યાં બોન્ડ યીલ્ડ નીચલા સ્તરો પર છે. તેવામાં વ્યાજ દરો ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર 2016થી ક્વાર્ટર આધાર પર સ્મોલ સેવિંગ સ્કીમની સમીક્ષા કરી વ્યાજ દરો નક્કી કરે છે. સાથે જ તેની પહેલા વ્યાજ દરોમાં વાર્ષિક આધારે બદલાવ કરવામાં આવતો હતો.

PPFના વ્યાજ દર

એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટરમાં સરકારે પીપીએફ પર મળતા વ્યાજ દર 0.8 ટકા ઘટાડીને 7.1 ટકા કરી દીધો હતો એટલે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેના પર 7.9 ટકાના દરે વ્યાજ મળતુ હતુ. સાથે જ વર્તમાન ક્વાર્ટર એટલે કે જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન પણ વ્યાજ દરો 7.1 ટકા છે.

પેન્શન

આ ઉપરાંત સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણ પર લોકોને 7.40 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ ઉપરાંત મંથલી ઇનકમ સ્કીમ (MIS) પર 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. NSC-નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વ્યાજ દરો 6.8 ટકા છે. કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. સુકન્યા પર વ્યાજ દરો 7.6 ટકા છે.

પબ્લિક પ્રોવિડેંટ ફંડ (પીપીએફ) અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર સરકાર બદલતી રહે છે અને તે તે અનુસાર લાગુ માનવામાં આવે છે. પરંતુ ટાઇમ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ મંથલી ઇનકમ સ્કીમ, રાષ્ટ્રીય બચત સર્ટિફિકેટ (એનએસસી) અને કિસાન પત્ર (કેવીપી)માં રોકાણ કરશો તો તે સમયે મળતો વ્યાજ દર સમગ્ર યોજના દરમિયાન મળતો રહેશે.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!