GSTV

કામના સમાચાર/ રિટાયરમેન્ટ સુધીમાં બની જશો કરોડપતિ, PPFમાં રોકાણનો આ ફોર્મ્યુલા છે કારગર

ppf

વૃદ્ધાવસ્થા તેમની જ સારી પસાર થાય છે જે જવાનીમાં રિટાયરમેન્ટની પ્લાનિંગ શરૂ કરી દે છે. આજકાલ મોટાભાગના નોકરિયાત લોકો તે વિચારીને રોકાણ કરે છે કે જ્યારે તે રિટાયર થશે તો કરોડપતિ બનીને થાય. જો કે આ કોઇ મુશ્કેલ કામ નથી. તેની અનેક રીતો છે. SIP દ્વારા નિયમિત રોકાણ કરીને તમે રિટાયરમેન્ટ સુધી કરોડપતિ બની શકો છો. એક બીજી રીત એ પણ છે કે PPF એટલે કે પબ્લિક પ્રોવિડેંટ ફંડ દ્વારા પણ તમે કરોડપતિ બનીને રિટાયર થઇ શકો છો, પરંતુ તેની એક ટ્રિક છે જે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ.

આકર્ષક છે PPFમાં રોકાણ

PF

PPF લાંબા સમયના રોકાણ માટે એક સારુ સાધન છે. તેના દ્વારા બચત અને રોકાણ ખૂબ જ સરળ છે. થોડા સમય પહેલા સુધી તેના પર 8 ટકા ઉપર વ્યાજ મળતુ હતુ. પરંતુ હાલ 7.1 ટકાનું વ્યાજ મળે છે. PPFનું રોકાણ EEE કેટેગરી (Exempt-Exempt-Exempt)માં આવે છે. એટલે કે તમારુ રોકાણ અને તેના પર મળતુ વ્યાજ અને મેચ્યોરિટી રાશિ બધુ જ ટેક્સ ફ્રી છે.

મેચ્યોરિટી બાદ પણ ચાલુ રાખો PPF

PPF ખાતામાં  કોઇ નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ ટેક્સ ફ્રી હોય છે. એટલે કે કોઇ વ્યક્તિ PPF ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઇનકમ ટેક્સ છૂટનો લાભ લઇ શકાય છે. PPFનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે પરંતુ ખાતાને 5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકાય છે. જો કે PPF એકાઉન્ટના વિસ્તારની કોઇ સીમા નથી. ખાતાધારકને દર વખતે 5 વર્ષમાં એકવાર વિસ્તાર કરવા માટે ફોર્મ-H જમા કરવાનું રહેશે. જેમ કે ખાતાધારક 25 વર્ષ માટે રોકાણ કરવા માગે તો તેણે 15 અને 20 વર્ષ બાદ બે વાર ફોર્મ-H જમા કરાવાનું રહેશે.

આ છે PPFથી કરોડપતિ બનવાનો ફોર્મ્યુલા

1. PPFથી તમે રિટાયરમેન્ટ સુધી કરોડપતિ કેવી રીતે બનશો તેના માટે સૌથી જરૂરી છે કે તમે ઓછામાં ઓછા 25થી 30 વર્ષની ઉંમરથી જ PPFમાં રોકાણ શરૂ કરી દો.

2. માની લો કો તમે 15 વર્ષના મેચ્યોરિટી પીરિયડ માટે 7.1 ટકાના સરેરાશ દરે રિટર્ન મળશે.

3. દર વર્ષે 1.5 લાખ રૂપિયા તમે PPFમાં રોકઆમ કરો તો મહિનાના હિસાબે 12,500 રૂપિયા તમારે PPFમાં રોકવા પડશે.

4. તેવામાં 7.1 પર્સેંટ એવરેજ વ્યાજ દરે 15 વર્ષ બાદ મેચ્યોરિટી રકમ હશે 40,68,210 રૂપિયા, જ્યારે કુલ રોકાણ કરવામાં આવેલી રકમ હશે 22.5 લાખ રૂપિયા.

5. PPFમાં મેચ્યોરિટી બાદ પણ વિસ્તારની સુવિધા મળે છે તો તમે તમારા ખાતાને આગળ વધારી શકો છો.

6. 15 વર્ષ પૂરા થવા પર ફોર્મ-એચ જમા કરીને મેચ્યોરિટી પીરિયડને 5-5 વર્ષ માટે 2 વાર આગળ વધારો.

7. તેવામાં તમે 25 વર્ષ સુધી દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરતા રહેશો.

8. પૂરા સમય માટે વ્યાજનો દર 7.1 ટકા પર સ્થિર રહેવા પર મેચ્યોરિટી રકમ 1,02,40,260 રૂપિયા હશે જ્યારે કુલ રોકાણ કરેલી રકમ 55.68 લાખ રૂપિયા હશે,એટલે કે 46.72 લાખ રૂપિયા તમે ફક્ત વ્યાજથી કમાઓ છો. જેના પર કોઇ ટેક્સ ચુકવવાનો નથી. લો ફક્ત 25 વર્ષમાં તમે બની જશો કરોડપતિ.

Read Also

Related posts

લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકા ચોપરાએ શેર કરી નિક જોનાસ સાથેની અનસીન સુંદર તસવીરો

Pravin Makwana

કંગના રનૌતનાં નિવેદનથી નારાજ થયો મિકા સિંહ કહ્યું – તમને શરમ આવવી જોઈએ

Pravin Makwana

પાર્થિવે કહ્યું 15 વર્ષ બાદ સ્ટિવ વો સામે સ્લેજિંગનો બદલો લીધો હતો, કપિલ શર્માના શોમાં આખી ઘટના કહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!