GSTV

PPF, સુકન્યા સમૃદ્ધિને લઈને મળેલી છૂટનો ફાયદો મળશે 31 જૂલાઈ સુધી, જલ્દી લો તકનો લાભ

કોરોના સંકટ વચ્ચે સરકારે જાહેર ભવિષ્ય નિધિ (PPF)અને સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)ની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી. આ સમય નજીક આવી ગયો છે. તેથી જો તમે હમણાં સુધી તેનો લાભ લીધો નથી, તો તરત જ લાભ લો. કેટલાક કામોની સીમા 31 જુલાઇએ પુરી થાય છે, જેના વિશે આપણે ફરીથી સમજીએ.

7.6 ટકાનું મળે છે વ્યાજ

સરકારે કહ્યું છે કે 25 માર્ચ 2020 થી 30 જૂન 2020 સુધી 10 વર્ષની થઈ ગયેલી બાળકીને 31 જુલાઇ સુધીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં ખાતું ખોલવાનો સમય આપવામાં આવ્યો છે. ગરીબ કે નીચલા મધ્યમ વર્ગના પરિવારોમાં દીકરીને બોજ ન માને તેથી આ યોજના શરૂ કરવામાં આવી. દર ત્રિમાસિકમાં યોજનાની સમીક્ષા કરવામાં આવે છે. હાલમાં તેના પર 7.6 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

ડાકઘરમાં ખોલાવી શકો છો સુકન્યા ખાતું

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું તમે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. આ સિવાય તમે તમારા ઘરની નજીકની બેંકમાં પણ આ એકાઉન્ટ વિશે શોધી શકો છો. આ ખાતું ખોલવા માટે સરકાર દ્વારા મોટાભાગની બેંકોને સત્તા આપવામાં આવી છે. આ યોજનામાં, સરકાર અન્ય યોજનાઓની તુલનામાં વધુ વ્યાજ ચૂકવે છે, તેથી તમે તેમાં અમર્યાદિત રકમ જમા કરી શકતા નથી. સરકારે નાણાકીય વર્ષમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરવાની મંજૂરી આપી છે. આ ખાતામાં 15 વર્ષ સુધી ફાળો આપી શકાય છે, જ્યારે તેની પરિપક્વતા અવધિ 21 વર્ષ છે. જો કે, પુત્રી 18 વર્ષની થઈ જાય પછી, ઉચ્ચ શિક્ષણ માટે એકાઉન્ટમાંથી કેટલાક પૈસા ઉપાડવાની મંજૂરી છે.

PPF,31 જુલાઇ સુધી રિકરિંગ ડિપોઝિટમાં લઘુત્તમ રકમ

લોકડાઉન વચ્ચે, પોસ્ટ વિભાગ દ્વારા પીપીએફ સહિતની નાની બચત યોજનાઓમાં નિયત સમયગાળાની અંતર્ગત લઘુતમ રકમ નહીં મૂકવા બદલ દંડ નાબૂદ કરી દીધો છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ જેવી યોજનાઓમાં, દંડ વિના 31 જુલાઇ સુધી લઘુત્તમ રકમ ઉમેરી શકાશે. અગાઉ આ તારીખ 30 જૂન સુધી હતી, જે વધારીને 31 જુલાઈ કરવામાં આવી હતી.

પીપીએફ, એનપીએસ હેઠળ કપાત દાવાની અંતિમ તક

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ નાણાકીય વર્ષ 2019-20 માટે પીપીએફ, એનપીએસ અને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કર બચત રોકાણો હેઠળના રોકાણની તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી હતી. જો તમે હજી સુધી નથી કર્યુ, તો તરત જ કરો. CBDTએ 80D હેઠળ મેડિકલેમ, 80G હેઠળ ડોનેશન ઇન્વેસ્ટમેંટ બતાવવાનો સમય પણ 31 જૂલાઈ સુધી વધાર્યો છે.

READ ALSO

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!