GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ 10 વર્ષના બાળકના નામે દરરોજ જમા કરાવો ફક્ત 15 રૂપિયા, મેચ્યોરિટી પર મેળવો 28 લાખ રૂપિયાનું રિટર્ન

Last Updated on June 9, 2021 by Harshad Patel

બાળકોના ભવિષ્યને લઈને બધાને ચિંતા રહેતી હોય છે. ભણવાથી લઈને લગ્નના ખર્ચા બાબતમાં બધા વિચારતા હોય છે. કેટલાક માતા પિતા એવા પણ હોય છે કે નાનપણથી જ પોતાના બાળક માટે રોકાણ ચાલુ કરી દેતા હોય છે. જેથી ઘડપણમાં કેટલાક પૈસા મેળવી શકે. આ પ્રકારની એક યોજનાનું નામ છે પબ્લિક પ્રોવિડંડ ફંડ અર્થાત પીપીએફ. બાળકોને નામથી પીપીએફ ખાતું ખોલાવવું બહુ સારી બાબત બની શકે છે. જો કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે પીપીએફ ખાતું ખોલાવો તો એમાં યોગ્ય પૈસા જમા કરાવો. તેની યોગ્ય મેચ્યોરિટી થશે ત્યારે રોકાણનો ફાયદો મળશે.

આ રોકાણનો સમયગાળો 50 વર્ષનો હશે

જો તમે 10 વર્ષના બાળકના નામે પીપીએફ એકાઉન્ટ ખોલાવો છે. દર મહિને તેમાં 500 રૂપિયાથી રોકાણ ચાલુ કરી દો. અર્થાત દરરોજના 15 રૂપિયા જેટલું જમા કરાવો. પછી છોકરી મોટી થાય ત્યારે તેને પણ પોતાના તરફથી 500 રૂપિયા જમા કરાવવાનું ચાલુ કરી દીધું. આ પરંપરા 60 વર્ષ સુધી ચાલુ રહી તો ખૂબજ મોટા પ્રમાણમાં પૈસા જમા થઈ જશે. જો એવરેજ 7 ટકા રિટર્ન માની ચાલો તો અંતમાં 27,86,658 રૂપિયા મળશે. આ રોકાણનો સમયગાળો 50 વર્ષનો હશે.

નાની ઉંમરે રોકાણ કરવાથી મેચ્યોરિટીમાં વધુ ફાયદો

માની લો કે તમારી દીકરી 22 વર્ષની ઉંમરની થયા પછી રોકાણ ચાલુ કરે છે અને તે દર મહિને 1000 રૂપિયા રોકે છે. 500 રૂપિયા તેના માતા પિતા તરફથી રોકાણ થતું હતું. આ હિસાબે જમા રાશિ પર 7 ટકાના હિસાબે સરળતાથી 23.72 લાખ રૂપિયા જમા થઈ જશે. આ કેસમાં રોકાણ 38 વર્ષનું રહ્યું કારણ કે દીકરીની ઉંમર 22 વર્ષની છે. ત્યારથી રોકાણ ચાલુ કર્યું. હિસાબ લગાવો તો માતા પિતાના સરખામણીએ દિકરીને વધુ રૂપિયા ચૂકવવા પડયા. પરંતુ તે પછી મેચ્યોરિટી પર જમા રકમ ઓછી થઈ ગઈ. માતા પિતા 50 વર્ષ રોકાણ કરતા હતા.

સગીર બાળકોના સંદર્ભમાં ખ્યાલ રાખવો જોઈએ

એનાથી બચવા અને વધુ મેચ્યોરિટી એમાઉન્ટ લેવા માટે જેટલું ઝડપી થઈ શકે પીપીએફ એકાઉન્ટ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે પીપીએફની સાથે બીજી અનેક શરતો છે જેને સગીર બાળકોના સંદર્ભમાં ખ્યાલ રાખવો જોઈએ. માતા ફિકાત ફક્ત કોઈ એક બાળખ માટે જ પીપીએફ એકાઉન્ટ ખોલી શકે છે. માતાપિતાએ ભારતીય નાગરીક હોવું જરૂરી છે. એમાં કેવાયસી ભરવી જરૂરી છે. કેવાયસી ગાર્ડિયનની હોય છે. જેની સાથે બાળકનો ફોટો એટેચ્ડ હોય છે. બાળકની ઉંમર માટે આધારકાર્ડ અથવા બર્થ સર્ટિફિકેટ આપી શકાય છે. પીપીએફ એકાઉન્ટ શરૂ કરવા માટે શરૂઆતી પેમેન્ટના રૂપમાં ચેક આપવો પડે છે.

ટેક્સ બચાવવાનો ઉપાય

બાળકના પેરેન્ટ પીપીએફ એકાઉન્ટને ત્યારે ઓપરેટ કરી શકે છે. જ્યાં સુધી બાળખ 18 વર્ષનું ના થઈજાય. પેરેન્ટ અથવા કાનૂની અભિભાવક બાળકના પીપીએફમાં એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જો કે સગીર બાળકના પીપીએફ એકાઉન્ટને ગાર્ડિયન ના એકાઉન્ટ સાથે પણ જોડી શકે છે. જેમાં લીમિટ 1.5 લાખ રૂપિયા જેટલી હશે. અર્થાત 1.5 લાખ રૂપિયા સુધી સગીર બાળક માટે માતાપિતા વહેંચી શકે છે. એનાથી ટેક્સમાં બચત મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!