GSTV

લો બોલો! હવે પીપીઇ કીટ કૌભાંડ આવ્યું સામે, કોણ કરી રહ્યું છે કૌભાંડીઓનો બચાવ ?

કોરોના મહામારીમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની બે નોન કોવિડ હોસ્પિટલમાથી PPE કીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલ જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં પીપીઈ કીટનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એલ જી હોસ્પિટલે બે જ દિવસમા રૂ 8 લાખથી વધુની કિમંતની PPE કીટની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું.

8 લાખથી વધુની કિમંતની PPE કીટની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું

ત્યારે બીજી તરફ શારદાબેન હોસ્પિટલમાં એક જ મહિનામા રૂ 25 લાખની PPE કીટ ખરીદાઈ હોવાનું સામે આવ્યું છે. AMC દ્વારા PPE કીટનો જથ્થો આપવામાં આવ્યો હોવા છતાં કીટ ઊંચા ભાવે ખરીદવામાં આવી છે. નોંધપાત્ર છે કે રૂ 630 અને રૂ 792ના ભાવે 600થી વધુ કીટ ખરીદવામાં આવી છે.

કોણે આચર્યુ પીપીઇ કીટ કૌભાંડ?

  • પીપીઇ કીટ કૌભાંડ આવ્યું સામે
  • કોણે આચર્યુ પીપીઇ કીટ કૌભાંડ?
  • કોણ છે આ કૌભાંડ પાછળ માસ્ટર માઇન્ડ?
  • એએમસી દ્વારા પીપીઇ કીટનો જથ્થો આપવામાં આવ્યો છતાં કેમ પીપીઇ કીટની ખરીદી કરવામાં આવી?
  • શા માટે ઊંચા ભાવે પીપીઇ કીટની ખરીદી કરવામાં આવી?
  • કોણ કરી રહ્યું છે કૌભાંડીઓનો બચાવ ?

સમગ્ર કૌભાંડ મામલે એલ જી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટએ ખુલાસો કર્યો છે કે કોઈ ઊંચા ભાવે કીટ ખરીદવામાં આવી નથી..કોવિડ મહામારી હોવાથી ડોકટરો સંક્રમિત ન થાય તે માટે AMCના નિયમ મુજબ જ ખરીદી કરવાના આવી છે.. PPE કીટ બાબતે કોઈ કૌભાંડ થયું નથી તેવો બચાવ કર્યો હતો..અને વધુમાં કહ્યું હતું કે પીપીઈ કીટ ખરીદી ત્યારે કોવિડની ભારે મશમારી હતી..1200 થી 1500 રૂપિયાની એક કીટ મળતી હતી છતાં ઓછા ભાવે ખરીદી કરવાનો પ્રયાસ કરાયો છે…જેમાં કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!