GSTV

જાપાનમાં સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું, આઠના મોત, ત્રણ હજાર લોકો ફસાયા, આઠસો ફ્લાઈટો રદ્દ

જાપાનમાં મંગળવારે ગત પચ્ચીસ વર્ષનું સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું આવ્યું હતું. જાપાનમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણાં અન્ય લોકો ઘાયલ થયા છે. ભારે પવન ફૂંકાવાને કારણે મકાનોની છતો ઉડી ગઈ છે. પુલો પર ઉભેલા ટ્રક પલટી ગયા છે અને ઓસાકા ખાડીમાં ઉભેલા ટેન્કર જહાજોને પણ તેઓ પોતાની સાથે ઉડાવીને લઈ ગયા છે. ટેન્કર જહાજના એક પુલ સાથે ટકરાવવાને કારણે તેને નકસાન પણ પહોંચ્યું છે. કંસાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુખ્ય ટાપુથી સંપર્ક વિહોણું બન્યું છે. તેના કારણે લગભગ ત્રણ હજાર લોકો ફસાયા છે. આઠસો ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે.

 

Related posts

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ યુદ્ધ કરી તડામાર તૈયારીઓ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ સાથે જોડાયું

Nilesh Jethva

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!