દેશના પાવરફૂલ વ્યક્તિઓ 2 દિવસ ગુજરાત ધમધમાવશેઃ જુઓ કોણ-કોણ આવી રહ્યું છે?

ગુજરાતમાં શનિવાર સુધી દેશની પાવરફૂલ વ્યક્તિઓ આવી રહી છે. હાલમાં ગુજરાતમાં પોલીસતંત્ર સૌથી વધુ એલર્ટ બની ગયું છે. રાજ્યમાં રાજકોટમાં ધર્મ મહાસભા, કેવડિયામાં ડીજી કોન્ફરન્સ અને અડાલજમાં રાષ્ટ્રીય મહિલા અધિવેશનને પગલે શનિવાર સુધી રૂપાણી સરકારને શ્વાસ લેવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ છે. અહીં અમે આપને લિસ્ટ આપી રહ્યાં છીએ એ વાંચશો તો તમે પણ માનશો કે ગુજરાતમાં સૌથી પાવરફૂલ વ્યક્તિઓએ ખરેખર ધામા નાખ્યાં છે.

5 રાજ્યોના પરિણામોએ ભાજપની યોગી બ્રાન્ડની ઇમેજની સ્વીકારી નથી

રામના નામે લોકસભાની તૈયારી કરી રહેલી ભાજપે 5 રાજ્યોમાં પછડાટ બાદ ફરી પોતાનો રાગ બદલવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. છેલ્લાં 2 મહિનાથી દેશમાં રામમંદિર અને હિન્દુત્વના મામલાને જે રીતે પ્રધાન્ય અપાઈ રહ્યું હતું એ ભાજપની રણનીતિ હતી. હવે ભાજપે ફરી રણનીતિ ઘડવી પડે તેવી સંભાવના છે. 5 રાજ્યોના પરિણામોએ ભાજપની યોગી બ્રાન્ડની ઇમેજની સ્વીકારી નથી. યુપીમાં પણ ભાજપની સ્થિતિ ખરાબ થઈ રહી છે. રામ મંદિર એ હિન્દુઓ સાથે જોડાયેલો અતિ સંવેદનશીલ મામલો છે. ભારતમાં રામનું મંદિર બનાવવા માટે પણ કોર્ટની પરમીશન લેવી પડી રહી હોવાનું જણાવી હિન્દુ સંગઠનો પોતોના બળાપો ઠાલવી રહ્યાં છે. આ તમામ બાબતો વચ્ચે રાજકોટમાં એક ધર્મસભા યોજાઈ રહી છે. આવતીકાલે મોદી પણ ગુજરાત આવી જશે. ગુજરાતમાં 21મીએ ડીજી કોન્ફરન્સ અને 22મીએ મહિલાઓનું રાષ્ટ્રીયઅધિવેશન હોવાથી ભાજપના તમામ મોટા માથાઓ ગુજરાતમાં આવી રહ્યાં છે. આમ ગુજરાતમાં હાલમાં પોલીસ તંત્ર પણ હાઈએલર્ટ પર છે.

કેવડિયા કોલોનીમાં ઉપસ્થિત રહેશે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન
ડીજીપી દેશના 85 ડીજીપી
હોમ મિનિસ્ટર રાજનાથસિંહ

અડાલજમાં હાજર રહેશે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન
નિર્મલા સીતારમણ સંરક્ષણ મંત્રી

રાજકોટમાં હાજર રહેશે
મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા
રામ માધવ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી
અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી
સુબ્રમણ્યમ સ્વામી ભાજપના સાંસદ
બલવીર પુંજ પંજાબના પૂર્વ સાંસદ
બાબા રામદેવ યોગગુરૂ બાબા

મોહન ભાગવત અને રામ માધવ રાજકોટ આવી પહોંચ્યા

રાજકોટમાં ગુરુવારથી બે દિવસીય રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભાનો પ્રારંભ થયો છે. આ ધર્મ મહાસભાનું આયોજન આર્ષવિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ધર્મ મહાસભામાં ભાગ લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ રાજકોટ આવી પહોંચ્યા છે. આ ઉપરાંત દેશભરના દિગ્ગજ નેતાઓ તેમજ સંતો સહિતના 115થી વધુ મહાનુભાવો ધર્મ મહાસભાનો હિસ્સો બનશે. દેશની જાણીતી વ્યક્તિઓ રાજકોટમાં આવવાની હોઈ પાલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.

યોગી સહિત બાબા પણ ગુજરાત આવશે

શુક્રવાર સુધી ચાલનારી ધર્મ મહાસભાના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, પંજાબના પૂર્વ સાંસદ બલવીર પુંજ તેમજ યોગગુરૂ બાબા રામદેવ સહિતના નેતાઓ સામેલ થઈ શકે છે.
આ રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભા આર્ષવિદ્યા મંદિરના પરમાત્માનંદજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવી છે. તેમાં રામ મંદિરની રણનીતિ તેમજ અન્ય મુદ્દે સાધુ-સંતો અને મહાનુભાવો મંથન કરશે.

ગુજરાતમાં શનિવાર સુધી દેશના ટોપમોસ્ટ વીઆઈપી અને રાજકારણીઓ ગુજરાતમાં અાવી રહ્યાં છે. આજથી દેશના ડીજીપીની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. જે અંતર્ગત 130 જેટલા ડીજીપી ગુજરાતમાં છે. દેશના સુરક્ષામંત્રી સહિતના અગ્રણીઓ શનિવાર સુધી ગુજરાતમાં આવશે. અામ ગુજરાતમાં હાલમાં રૂપાણી સરકાર માથે આ લોકોની જવાબદારી એ સૌથી મોટી કામગીરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter