GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પોલીસમાં પાવર વહેંચાશે : ગૃહ મંત્રાલય સફળ રહ્યું તો પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો થશે, 2 ડીજીપી હશે

પોલીસનો મૂળ હેતુ અે સામાન્ય વ્યક્તિને રક્ષણ અને ન્યાય અપાવવાનો છે. હવે સ્થિતિઅો ધીમેધીમે બદલાઈ રહી છે. પોલીસના મૂળભૂત હેતુઅો હવે ધીમેધીમે બદલાઈ ગયા છે. સત્તા હોય તેની તરફ ઢળી જતું પોલીસતંત્ર પોતાની વિશ્વસનિયતા ગુમાવી રહયું છે. નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઅોનો પણ પોલીસતંત્રમાં દબદબો છે પણ તેની ટકાવારી 70/30ની છે. અામ પોલીસમાં જશો તો ન્યાય મળશે અેવી અપેક્ષા રાખવી અધરી છે. ગુજરાતમાં પણ ઘણા નિષ્પક્ષ અધિકારીઅો સારી કામગીરી કરે છે. હવે અાગામી દિવસોમાં પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે. સરકાર જડમૂળથી નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.

અપરાધ અને ન્યાય પ્રણાલીમાં સુધારો કરવાના ઉદ્દેશથી સરકાર તપાસ અને ફરીયાદના વિભાગોને અલગ કરવા સહિતના ઘણા પ્રસ્તાવો પર વિચાર કરી રહી છે. સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે આ બાબતે રાજ્ય સરકારો સાથે વિચાર વિમર્શ શરૂ કરી દીધો છે. જો રાજ્યો સાથે સંમતિ થઈ જશે તો પોલીસનો તપાસ કરવાનો વિભાગ અને કેસ લડવાનો વિભાગ અલગ અલગ થઈ જશે. વિચાર વિમર્શમાં, રાજ્યોમાં પ્રોસિકયુશન વિભાગના વડા તરીકે ડીજીપી દરજ્જાના અધિકારીની નિમણૂકની શકયતાઓ પણ તપાસાઈ રહી છે. જેને પગલે રાજ્યમાં બે ડીજીપીનો સમાવેશ થઈ શકે છે. હાલમાં તપાસ અને ફરિયાદના વિભાગો અેક જ છે. ફરિયાદ અને તપાસનીશ અધિકારીઅો અેક જ હોવાથી લોકોને ન્યાય મળવામાં વિલંબ થવાની સાથે ન્યાયમાં ગરબડ થવાની પણ સંભાવના છે. તપાસનીશ અધિકારીઅો પોતાની તપાસની દ્રષ્ટીઅે ફરિયાદ કરાવવામાં પોતાની મનમાની ચલાવતા હોય છે. જો તપાસનીશ અધિકારી અને ફરિયાદ વિભાગ અલગ થઈ જાય તો કાયદો અને વ્યવસ્થામાં મોટો ક્રાંતિકારી ફેરફાર અાવી શકે છે.

સાક્ષીઓને કોર્ટમાં લાવવા માટે એસએમએસ અને ઈ-સમન્સ મોકલવા બાબત પણ વિચાર થઈ રહ્યો છે. ગુનામાં પીડીત પક્ષને પણ તપાસની પ્રગતિ વિશેની માહિતી એસએમએસ દ્વારા આપવાનો પ્રસ્તાવ પણ વિચારાધીન છે. ગંભીર અને ધૃણિત ગુનાઓના કેસ ઝડપી અને પ્રાથમિકતા આપીને પુરા કરવાની વ્યવસ્થા ગોઠવીને ન્યાય પ્રણાલીની વિશ્વસનિયતા વધારવા માટે પણ વિચારાઇ રહ્યું છે. અામ પોલીસતંત્રમાં પણ અોનલાઈન વ્યવસ્થાઅો ગોઠવાશે. જેને પગલે અાગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ શકે છે.

દસ લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં પોલીસ સુપ્રિમન્ટેન્ડન્ટ મુકવા વિશે  પણ વિચાર કરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સીઆરપીસીમાં ફેરફાર કરીને ઈલેકટ્રોનીક સાબિતિને પ્રાથમિક સાબિતિ બનાવવાના વિચાર પર મંથન કરી રહી છે. અત્યાર સુધી ઈલેકટ્રોનીક સાબિતિને વધારાની સાબિતી તરીકે જોવામાં આવે છે જેને બીજી પ્રાથમિક સાબિતીઓ સાથે જોડીને જોવામાં આવે છે. ગૃહ મંત્રાલય આ બાબતે કાયદા મંત્રાલય સાથે હાલના કાયદામાં ફેરફાર કરનાર ખરડાના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી રહ્યુ છે. જો અા ફાયનલ રહ્યું તો ગુજરાતના પોલીસતંત્રમાં પણ ધરખમ ફેરફારો થઈ શકે છે. ઘણા અધિકારીઅોની અાંતરીક બદલીઅોથી લઇને બે ડીજીપી જેવી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!