GSTV

તમારો ફોન નથી હવે પ્રાઈવેટ, દેશની 10 એજન્સીઓને ફોનની વાતચીત સાંભળવાની આપી દીધી સત્તા

Last Updated on November 20, 2019 by Mayur

જાહેર હિતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ કાયદાને અનુસરીને ડિજિટલ સ્વરૂપની કોઈપણ માહિતીને આંતરવાની, નિરિક્ષણ કરવાની અને તેને ડીક્રિપ્ટ કરવાની સત્તા ધરાવે છે તેમ કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું.વોટ્સએપ, ફેસબૂક, મેસેન્જર, વીબર અને ગૂગલ કોલ્સ અને મેસેજીસ પરથી પેગાસસ વાયરસ મારફત સરકારે જાસૂસી કરાવી હતી કે કેમ તેવા વિપક્ષના નેતાના એક સવાલના જવાબમાં ગૃહ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કાયદો કોઈપણ કમ્પ્યુટરમાં સર્જાયેલી, મોકલાયેલી, મેળવાયેલી અથવા રખાયેલી કોઈપણ માહિતીને આંતરવાની સત્તા આપે છે.

જોકે, સત્તાવાર એજન્સીઓ કાયદાની ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને જ અને નિયમોમાં પૂરા પડાયેલા સેફગાર્ડ્સના અનુસંધાનમાં જ ફોન કોલ અથવા ડિજિટલ માહિતીને આંતરી શકે છે.કિશન રેડ્ડીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર ભારતની સંપ્રભૂતા અથવા અખંડતા, રાજ્યની સલામતી, વિદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ ડિજિટલ માહિતીને આંતરી શકે છે, તેનું નિરિક્ષણ કરી શકે છે અને મેળવી શકે છે.

જોકે, આ માટે કોઈપણ સરકારી એજન્સીને સર્વવ્યાપક મંજૂરી અપાઈ નથી. કેન્દ્ર સરકારના કિસ્સામાં કેબિનેટ સચિવ અને રાજ્યના કિસ્સામાં મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ દ્વારા પ્રત્યેક કિસ્સાની સમિક્ષા કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!