GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

મણિનગર ગોરના કુવા પાસેની અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો

મણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે આજે ટોરેન્ટ પાવરનો વીજ વાયર કપાઇ જતા આ વિસ્તારમાં બપોરના ૧ વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જે રાતના ૯ વાગ્યા સુધી પૂર્વવત થયો નહોતો. ઉપરાંત ગટર-પાણીની લાઇનો કપાતા તેનું પાણી રોડ પર ફરી વળતા કેટલાક ટુ- વ્હિલર ચાલકો પટકાયા હતા. જેઓને ઇજા થતા સારવાર માટે લઇ જવાયા હતા.

જશોદાનગરથી મણિનગરના ગોરના કુવા પરના માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે એક સાઇડનો રોડ ખોદી કઢાયો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આજે ખોદકામ દરમિયાન વીજ લાઇન કપાઇ ગઇ હતી.

જેને લીધે રાજ ચેમ્બર્સ, ધીરજ હાઉસિંગ, ભગવતીપાર્ક, ભાવદીપપાર્ક, કર્મભુમિ, ગુરૃકૃપા રો હાઉસ, શ્રી ચેહર માતા મંદિર સંકુલ, કૃષ્ણ એપાર્ટમેન્ટ, પીકી, જાનકી અને સુંદરમ એપાર્ટમેન્ટ સહિતના રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ડુલ થઇ ગયો હતો. આખો દિવસ ગરમીમાં રહીશો હેરાન-પરેશાન થઇ ગયા હતા. ટોરન્ટ પાવરમાં રજૂઆતો છતાંય મોડી રાત સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

ગોરના કુવા પાસેના રાજ ચેમ્બર્સના વળાંક પાસે ખોદકામ દરમિયાન ગટર-પાણીની લાઇનો લીક થતા રોડ પણ પાણી અને કાદવ-કિચડ થઇ ગયું હતું. જેના કારણે આજે દિવસ દરમિયાન ચાર બાઇક ચાલકો સ્લીપ થઇ ગયા હતા. જેઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનની બેદરકારીને કારણે હાલમાં હજારો રહીશોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

‘આજના શાસકો અંગ્રેજોની યાદ અપાવે છે’ અમિત ચાવડા સ્વતંત્રતા દિને પણ ભાજપને વખોડવાનું ના ભૂલ્યા

Bansari

ફડણવિસને મહારાષ્ટ્ર બહાર મોકલવાનો તખ્તો તૈયાર, આ રાજ્યની જવાબદારી સોંપાશે

Arohi

મોદી સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ, મોટા ઉપાડે કરાયેલી આ જાહેરાત લોકોની મુશ્કેલી વધારશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!