GSTV
News Trending World

સત્તા ગઈ / મ્યાંમાર બાદ વધુ એક દેશ પર સૈન્યનો કબજો, દેશની સરહદોને સીલ કરી દેવાઈ

સૈન્ય

પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની સરકાર ભંગ કરી દેવામાં આવી છે સાથે જ દેશની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. આ જાહેરાત ગિની સૈન્ય દ્વારા સરકારી ટીવી પર કબજો કર્યા બાદ કરવામાં આવી હતી. હાલ નાનકડા દેશ ગિનીની સત્તાને લઇને સૈન્ય તેમજ સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે ગોળીબાર થયો હતો.

ગિનીના કોનાક્રીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગિની દેશની સત્તા સૈન્યએ પોતાના હાથમાં લઇ લીધી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં વર્તમાન રાષ્ટ્રપતિ અલ્ફા કોંડે હાજર હતા કે નહીં તેના અહેવાલો સામે નથી આવ્યા. જોકે સરકારી અિધકારીનું કહેવુ છે કે આ ગોળીબારમાં રાષ્ટ્રપતિ નથી ઘવાયા અને તેઓ સુરક્ષિત છે.

ગિની સરકાર ભારે સંકટમાં

જોકે મોટા ભાગના સરકારી આવાસ અને રાષ્ટ્રપતિ ભવનને જોડતો એક માત્ર પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગિની સરકાર હાલ ભારે સંકટમાં આવી ગઇ છે. રિપોર્ટ અનુસાર સૈન્યએ મ્યાંમારની જેમ સત્તા પોતાના હાથમા લઇ લીધી છે. આ ગોળીબારમાં ત્રણ જવાનો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

જોકે તે અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. હાલ ગિની દેશની રાજધાનીમાં મોટી સંખ્યામાં સૈન્ય જવાનો જોવા મળી રહ્યા છે. બીજી તરફ દેશની સરહદો સીલ કરી દેવામાં આવી છે અને સરકારનો ભંગ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત સૈન્ય દ્વારા ટીવી પર કરવામાં આવી છે.

Read Also

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV