GSTV
Home » News » કવિ રાહત ઈન્દોરીને વિજળીની સમસ્યા પર ટ્વીટ કરવું ભારે પડ્યું, લોકોએ શાયરાના અંદાજમાં ટ્રોલ કરી નાખ્યા

કવિ રાહત ઈન્દોરીને વિજળીની સમસ્યા પર ટ્વીટ કરવું ભારે પડ્યું, લોકોએ શાયરાના અંદાજમાં ટ્રોલ કરી નાખ્યા

એક તો ભીષણ ગરમી અને ઉપરથી વીજળીની આંધળી ખિસકોલી, એવામાં કોઈ પણ પરેશાન થઈ જાય તે સામાન્ય છે. એકબાજુ તાપમાન 50 ડીગ્રીના આંકડાને સ્પર્શવા બેતાબ હોય એવામાં વીજળી ન હોવીએ ઘાતક થઈ શકે છે.

મધ્યપ્રદેશમાં પણ આજ હાલત ગરમી અને વીજળી બંનેની છે. જેને કારણે શાયર રાહત ઈંદોરીએ આ સમસ્યાને ટ્વીટ કરીને તેમાં મુખ્યમંત્રી કમલનાથ ઓફિસને ટેગ કરી હતી.

ત્યારે તેમની ટ્વીટ ઉપર લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી. તો પ્રતિક્રિયાઓ રાજકીય હોવાની સાથે જ શાયર રાહત ઈંદોરીની સ્ટાઈલમાં જ બે પંક્તિઓની શાયરીના રૂપમાં આવી હતી.

પહેલાં જાણીએ રાહત ઈંદોરીએ ગરમી અને વીજળી ઉપર શું ટ્વીટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુકે, આજકાલ વીજળી જતી રહેવી સામાન્ય થઈ ગયુ છે. આજે પણ છેલ્લાં ત્રણ કલાકથી વીજળી નથી, ગરમી છે અને રમઝાન પણ છે.

રાહત ઈન્દોરીનાં આ ટ્વીટ ઉપર રિપ્લાયની લાંબી લાઈન લાગી ગઈ હતી. સૌથી વધુ રિપ્લાય રાજકીય છે. આ રિપ્લાયમાં વીજળીની સમસ્યાને માટે રાજ્યની કોંગ્રેસ સરકાર ઉપર જામીને પ્રતિક્રિયાઓ આપી હતી. આ પ્રતિક્રિયાઓ રાહત ઈંદોરીની શાયરીનાં

અંદાજમાં જ આવી છે. આ રિપ્લાયને વાંચીને તમે પણ મજા લઈ શકો છો. પરંતુ, ભીષણ ગરમીની વચ્ચે વીજળીની કપાત ઉપર રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી કમલનાથે આગળ આવવાની જરૂર છે.

READ ALSO

Related posts

સૈક્રેડ ગેમ્સની એક્ટ્રેસને શિકાગો એરપોર્ટ પર રોકવામાં આવી, અધિકારીઓએ કરી લાંબી પૂછતાછ

Dharika Jansari

ટ્રમ્પ મુદ્દે રાજનાથ સિંહ નિવેદન આપે તે પહેલા જ વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યું

Mayur

આકાશમાં ચંદ્રયાન-2 જોઇને ભયભીત થઇ ગયાં આ દેશના લોકો, સમજી બેઠા એલિયન!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!