જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જુદા જુદા ફિડરો માં અલગ અલગ સમયે વિજકાપ રાખવામાં આવશે, અને વિજ લાઈનની સમારકામની કામગીરી હાથ ધરી લેવાશે. કાળઝાળ ગરમીમાં જ તંત્ર દ્વારા આવો નિર્ણય લેવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી જશે.

જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે અડધા જામનગરમાં વીજ કાપ ઝીંકાયો છે. સવારે 7 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી જામનગરના ૯૦ જેટલા વિસ્તારોમાં વીજ કાપ રાખવાનો નિર્ણય કરાયો. ભર ઉનાળે ધોમધખતા તાપમાં વીજ કાપ આવતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એસાર હાઉસ, સદગુરુ કોલોની, વાલ્કેશ્વરી કોલોની, સ્વસ્તિક સોસાયટી, ડીવાયએસપી બંગલો સહિત અનેક વિસ્તારોમાં વીજકાપ ઝીંકાયો હતો.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ