GSTV
India News ટોપ સ્ટોરી

સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે

ભારતમાં આઝાદીના 75 વર્ષ પછી પણ 27 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. આઝાદી સમયે દેશની 80 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવતી હતી. તેમાં ભલે તુલનાત્મક રીતે સુધારો થયો હોય પરંતુ સંખ્યાત્મક રીતે કોઇ જ ફર્ક નથી. કોવિડ મહામારીથી બચવા માટે તબક્કાવાર લોકડાઉન અને વ્યવસાયિક પ્રતિબંધો મુકવામાં આવ્યા તેમાં સૌથી વધુ આર્થિક નુકસાન ગરીબ અને મધ્યમવર્ગને થયું છે. લાખો લોકો રોજગારના અભાવે ગરીબી રેખાની નીચે આવી ગયા છે. કેટલાક રાજયોમાં કોરોના મહામારી પછી પણ પરીસ્થિતિ ખાસ સુધરી નથી. 

મોન્સૂન સત્ર દરમિયાન ગરીબી અંગે પુછવામાં આવેલા પ્રશ્વના જવાબમાં વિત્ત રાજયમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે દેસમાં એક દસકાથી કોઇ સર્વે કે આંકલન કરવામાં આવ્યું નથી પરંતુ 2011-12માં પ્રકાશિત છેલ્લી માહિતી મુજબ 21.9 ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. ગામમાં રહેતી વ્યકિત દરરોજ 26 રુપિયા અને શહેરમાં રહેતી વ્યકિત 32 રુપિયાથી વધારે ખર્ચ કરી શકતી નથી તેને ગરીબી રેખાની નીચે ગણવામાં આવે છે. રાજયોની વાત કરવામાં આવે તો છત્તિસગઢમાં સૌથી વધારે ગરીબો છે. આ ઉપરાંત ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા અને અસમમાં પણ ગરીબી રેખા પર જીવતા લોકોની સંખ્યા વધારે છે. 

READ ALSO

Related posts

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda
GSTV